fbpx
ગુજરાત

પેપર લીક કરનારા મુખ્ય આરોપીને ગુજરાત લવાયો, થઈ શકે મોટા ખુલાસા!..

ગુજરાત પેપર લીક કેસ માં ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી રહી છે. હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે. વડોદરામાં છ્‌જી દ્વારા પેપર લઈને આવેલા શખ્સની ધરપકડ બાદ જીત નાયક સહિત ૧૬ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૫ આરોપીઓ ગુજરાતના જ્યારે ૧૧ આરોપીઓ ગુજરાત બહારના છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયાની માહિતી મળ્યા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

કુલ ૧૧૮૧ જગ્યાઓ માટે ૯ લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે. ગુજરાત છ્‌જીની ટીમ પેપર હૈદરાબાદની કેએલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની વિગતો અને આમાં ત્યાં કામ કરતા જીત નાયકની સંડોવણી હોવાની વિગતો મળતા તેની રવિવારે હૈદરાબાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી જીત નાયકને સોમવારે વહેલી સવારે એટીએસની ટીમ ગુજરાત લઈને પહોંચી છે. હવે આરોપી જીતની પૂછપરછમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જુનિયર ક્લાર્કના પેપર છપાયા તે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં લેબર તરીકે કામ કરતા જીતે પેપર લીક કરીને તે તેના સગા પ્રદીપ નાયકને આપ્યું હતું.

આ પછી પ્રદીપે પેપર બિહારના મુરારી પાસવાનને પેપર આપ્યું હતું. મોરારી અને પીન્ટુ રાય નામનો શખ્સ ગુજરાતની પેપર ફોડ ટોળકીના સંપર્કમાં હતો. આ પછી પેપરને હૈદરાબાદમાં ફોડ્યા બાદ બિહાર થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ૩૦મીએ ૧૧ વાગ્યે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી.

જાેકે, પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર લઈને વડોદરામાં બેઠેલા ગઠીયાઓને ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડીને પકડી પાડ્યા હતા. આ પછી આ પેપર ફોડની ઘટનાના તાર ગુજરાત બહાર જાેડાયેલા હોવાની વિગતો મળી હતી. જેના આધારે તપાસ કરીને જીતને તેલંગાણામાંથી દબોચી લેવામાં આવ્યો હતો. પેપર ફોડ્યા બાદ આરોપીઓ ૧૫ દિવસથી તે લઈને ફરતા હતા પરંતુ તેમને કોઈ ખરીદનાર મળતું નહોતું, આ પછી છેલ્લી ઘડીએ તેઓ પેપર વેચવાની ફિરાકમાં હતા અને ઝડપાઈ ગયા હતા. ખરીદનારની શક્તિ જાણીને પેપર ૫ લાખથી ૧૫ લાખ સુધીની કિંમતે વેચવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/