fbpx
ગુજરાત

અમદાવાદમાં સોનીને અજાણ્યા વ્યક્તિના એક ફોનથી ૨૯ લાખનો ચુનો લાગ્યો

સોની વેપારીઓએ ખાસ ચેતવું પડે તેવો કિસ્સો અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. એક બુલિયનના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેણે ૫૦૦ ગ્રામ સોનું માંગતા વેપારીએ સારો વેપાર થશે તેમ માની તેની સાથે ડિલ નક્કી કરી હતી. બાદમાં વેપારીએ તેના કારીગરને સોનું આપવા અને પૈસા લેવા મોકલ્યો હતો. આ ગઠિયાએ ૪૦૦ ગ્રામ સોનું લઇ ૩૦ લાખ ભરેલો થેલો આપ્યો હતો. બાદમાં વેપારીએ દુકાને જઇને જાેયું તો તેમાંથી ૨૯.૮૮ લાખની નકલી નોટો હતી. સમગ્ર બાબતને લઇને વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતા નૈનારામ ઘાંચી માણેકચોક ખાતે આવેલા બંધારાના ખાંચાની સામે મધુસુદન કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપ૨ એન.જી. બુલિયન નામની દુકાન ધરાવી સોનાના બુલિયનનો છેલ્લા પાંચેક વર્ષથી વેપાર ધંધો કરે છે. ગત ૨૫ જાન્યુઆરીના રોજ સવારે તેઓ દુકાને હાજર હતા ત્યારે એક અજાણ્યા મોબાઇલ ફોન નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર અજાણ્યા શખ્સે નૈનારામની સાથે રાજસ્થાની મારવાડી ભાષામાં વાત કરી જણાવ્યું કે, નાકોડા બુલિયનમાંથી બોલું છું, તેમ કહી સોનાનો ભાવ પુછેલ અને પોતાને ૫૦૦ ગ્રામ સોનુ ખરીદવું છે, તેમ જણાવી નૈનારામ સાથે વાતચીત કરી હતી. બાદમાં આ શખ્સે નૈનારામ પાસેથી એક કિલો સોનું ખરીદવાની વાત કરી હતી.

જેથી નૈનારામે તેને રોકડા પૈસા આપવાની વાત કરી અને સોનું આવતીકાલે સાંજે મળશે તેમ જણાવ્યું હતું. જેથી આ અજાણ્યા શખ્સે નૈનારામને જણાવ્યું કે, તમે મને આજે ૫૦૦ ગ્રામ સોનું કરી આપો હું તમને રોકડા પૈસા આપી દઇશ. રોકડા ૩૦ લાખ આપવાનું કહી કોઇપણ હિસાબે ૪૦૦ ગ્રામ સોનું કરી આપો અને બાકીનું ૧૦૦ ગ્રામ સોનું આવતીકાલે નાકોડા બુલિયન ખાતે મોકલી આપજાે, તેમ આ શખ્સે કહ્યું હતું. આ શખ્સે બાદમાં વેપારી નૈનારામને આપણે આ પહેલીવાર જ વેપાર કરીએ છીએ મારે મુંબઇમાં અને બીજી જગ્યાએ બહુ મોટું કામકાજ છે. હું તમને બીજા પણ ઓર્ડર આપીશ, તેમ જણાવી નૈનારામને વિશ્વાસમાં લીધા હતા. જેથી નૈનારામએ સારો વેપાર ધંધો થશે તેવું વિચારી સાંજના આશરે પાંચેક વાગ્યાની આસપાસ આ શખ્સને ફોન કરી તમારી ડિલિવરી તૈયાર છે, તમે મારી દુકાને આવીને ડિલિવરી લઇ જાઓ તેમ કહ્યું હતું.

ત્યારે આ શખ્સે નૈનારામને કહ્યું કે, માણેકચોકમાં ખૂબ જ વાહનોની ભીડ હોય છે અને તેને પગમાં વાગ્યુ છે. જેથી તે ફોર વ્હિલર ગાડીમાં આવે છે. પરંતુ ગાડી માણેકચોકમાં આવી શકશે નહીં, જેથી ઢાળની પોળ ખાતે આવીને ડીલીવરી આપી જાઓ, તેમ કહેતાં નૈનારામએ તેમની દુકાનમાં કામ કરતા મારા કારીગર નયનને ૪૦૦ ગ્રામ સોનું કે જેમાં ૧૦૦ ગ્રામ વજનના કુલ ચાર બિસ્કીટ જેમાં ત્રણ બિસ્કીટ હતા તે ૨૩.૧૬ લાખની મત્તાનું સોનું આપી અને તેના બદલામાં લેવાના થતા રૂપિયા તથા બાકીનું ૧૦૦ ગ્રામ સોનું જે બીજા દિવસે આપવાનું હતું તે મળીને કુલ રૂપિયા ૨૮.૯૫ લાખની ચીઠ્ઠી આપીને ઢાળની પોળ ખાતે મોકલી આપ્યો હતો.

કારીગર ત્યાં પહોંચ્યો ત્યારે આ શખ્સ ગાડી લઇને ઉભો હતો અને ગાડીમાં આ કારીગરને બેસાડી ૪૦૦ ગ્રામ સોનું લઇ અને તેના બદલામાં એક થેલામાં ૩૦ લાખ ભરીને આપ્યા હતા. જે નોટોના બંડલો જાેઇ થેલો લઇ કારીગર નયન બારોટ પરત દુકાને આવી ગયો હતો. નૈનારામએ નોટોના બંડલ ભરેલો થેલો ખોલી જાેતા નોટોના બંડલોની ઉપર અને નીચે એક એક ૫૦૦ રૂપિયાના દરની ભારતીય ચલણની અસલ નોટ હતી અને તેની વચ્ચે ગોઠવેલ અમુક નોટો ઉપર હિન્દીમાં હેન્ડલુમ ઓફ ઇન્ડીયા અને અમુક નોટો ઉપર અંગ્રેજીમાં હેન્ડલૂમ લખેલી નોટો ગોઠવી હતી.

આ તમામ ચલણી નોટો ખોટી હોવાથી નૈનારામ ગભરાઇ ગયા હતા તે શખ્સને ફોન કરતાં તેણે ફોન ઉપાડતા નૈનારામએ તેને કહેલ કે શેઠ તમે મને ખોટી નોટો આપેલ છે. હું નાનો વેપારી છું. હું બરબાદ થઇ જઇશ. નૈનારામએ આ શખ્સને આ વાત કરતા જ તેણે ફોન કાપી નાખ્યો હતો. નૈનારામએ વાંવાર ફોન કરતા શખ્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધં હતું. જેથી આખરે નૈનારામએ આ અંગે ખાડિયા પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/