fbpx
ગુજરાત

વિશ્વ ગ્રાહક દિવસે ૩૮ શહેરની માહિતી જાહેર કરાઈ, આંકડા એકત્ર કરી જાહેર કરવામાં આવ્યા

દર વર્ષે ૧૫ માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે. ગ્રાહકોના હિતોને ધ્યાને રાખીને આ દિવસની ઉજવણી કરાય છે. તેનો હેતુ ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને તેના લાભો માટે બનેલા કાયદાઓ વિશે માહિતગાર કરવાનો હોય છે. ત્યારે આ દિવસે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા ગુજરાતના ૩૮ શહેરના ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને સ્ટેટ કમિશનમાં ડિસેમ્બર ૨૦૨૨ સુધી ૩૩ વર્ષોમાં કેટલી ફરિયાદો દાખલ થઈ અને કેટલી ફરિયાદોનો નિકાલ આવ્યો તથા કેટલા કેસો પેન્ડિંગ છે, તેના આંકડા એકત્ર કરી જાહેર કરવામાં આવ્યા હતા.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, ‘તા.૧૫ માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, વધુને વધુ ફરિયાદો ગ્રાહક કમિશનમાં દાખલ થાય અને છેતરાયેલા ફરિયાદી ગ્રાહકોને વિના વિલંબે ઝડપી ન્યાય મળે તે હેતુથી રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન અવિરત ચાલે છે’. ત્યારે ગ્રાહક અધિકારને લઈ દાખલ થયેલી ફરિયાદ તેમજ પેન્ડિંગ કેસો વગેરેની માહિતી આપતા મુકેશભાઈ જણાવે છે કે, ગુજરાતના કુલ ૩૪,૯૫૭ ફરિયાદી ગ્રાહકો ન્યાય મેળવવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. અમદાવાદ શહેરની ત્રણ કોર્ટમાં ૯,૬૦૮ ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે વડોદરાની બંને કોર્ટમાં ૫,૪૮૪ અને સૂરતની બન્ને કોર્ટમાં ૫૭૯૬ ફરિયાદો પેન્ડિંગ છે.

ગુજરાતના ૩૮ શહેરના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વર્ષ-૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં ૧૩૫૨ ફરિયાદો દાખલ થઈ છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૯૬, અમદાવાદ ગ્રામ્યમાં ૯૦ ફરિયાદો દાખલ થઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની ૧ કરોડની વસતી સામે દરરોજની ફક્ત ૬-૭ ફરિયાદ દાખલ થાય છે. જ્યારે આખા ગુજરાતમાં રોજની ૪૫ ફરિયાદો દાખલ થાય છે. ગ્રાહક કમિશનમાં મોટાભાગે વીમા કંપનીઓ સામે મેડિક્લેઇમ બાબતોની ફરિયાદ બિલ્ડરો, ટૂર ઓપરેટરો, પોસ્ટ, બેન્કો, ડોક્ટરો અને હોસ્પિટલો, કંપનીઓ અને વેપારી પેઢીઓ, મોબાઈલ કંપનીઓ, પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ વગેરે સામે વ્યાપક ફરિયાદ આવે છે.

ફરિયાદી ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે ગ્રાહક ન્યાય આંદોલન શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અત્યાર સુધી ૬,૧૧૮ ફરિયાદ દાખલ થઈ છે અને ૫,૨૩૭ નો નિકાલ થતા ૮૮૬ ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે ગુજરાતના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પક્ષકારો દ્વારા ૩૮,૩૩૭ અપીલો દાખલ થઈ છે અને ૩૪,૮૯૯ અપીલનો નિકાલ થતા ૩,૪૧૮ અપીલ પેન્ડિંગ છે. કુલ ૬૪,૮૨૯ મેટર એડમીટ થતા અને ૪૦,૧૩૯નો નિકાલનો થતા ૪,૬૯૦ ફરિયાદ-અપીલ વગેરે લીગલ મેટર પેન્ડિંગ છે. વધુમાં મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇન્કાર છે.

ત્યારે છેતરાયેલા ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચૂકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયેલને ૨૫,૦૦૦ ગ્રાહકોની સહિઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાવામાં આવશે. પ્રધાનમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા અને નેશનલ કમિશનના પ્રમુખને ટ્‌વીટ કરી રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાનની જ્યોત પ્રજવલીત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો વર્ષ-૨૦૨૩ને ગ્રાહક અધિકાર વર્ષ તરીકે ઉજવે તે માટે વિનંતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ગ્રાહકોની સમસ્યાઓના ઉકેલ માટે સર્વોચ્ચ અગ્રીમતા આપે તે માટે સતત ઝૂંબેશ ઉપાડાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/