વડોદરામાં ચાણોદમાં ભરણ પોષણના કેસને લઈ પત્ની-સાસુ પર હુમલો કરનાર અને તેના સાથીની ધરપકડ કરાઈ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ મુકામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેંક સ્ટેટમેન્ટ લેવા ગયેલા પત્ની અને સાસુ પર કરનાળીના પૂર્વ ડેપ્યુટી સરપંચ અને તેના મિત્રએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. જાહેરમાં પત્ની અને સાસુને માર મારી રહેલા પૂર્વે ડેપ્યુટી સરપંચથી લોકોએ વચ્ચે પડીને માંડ છોડાવ્યા હતા. આ અંગે પત્નીએ ફરિયાદ નોંધાવતા હુમલાખોર પતિ અને તેના મિત્રની ચાણોદ પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments