અમદાવાદમાં તંત્રને કારણે એક વિકલાંગ દીકરી નેહા ભટ્ટ જાહેરમાં રડવા મજબૂર બની

અકસ્માતમાં પગ કપાયા બાદ અમદાવાદ રીવરફ્રન્ટ પર ચા વેચવા મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટ હાલ સોશિયલ મીડિયા પર છવાયા છે. ન માત્ર અમદાવાદીઓ, પરંતુ આખા ગુજરાતના લોકોએ આ યુવતીને અને તેની હિંમતને ખૂબ જ બિરદાવી રહ્યા છે. લોકો નરોડા, એસજી હાઇવે, બાપુનગરથી પણ અહીંયા ચા પીવા માટે આવે છે. નેહા ભટ્ટ પોતાની હિંમત હારી ચૂકી હતી, પરંતુ ફરી એક વખત પોતાનો પગ નથી તેમ છતાં પણ જાત મહેનત કરીને પોતાના પરિવાર સાથે આ ટી સ્ટોલ ખોલીને ગુજરાન ચલાવવા માંગે છે.
પરંતું તંત્રને આ મંજૂર નથી. હસતે હસતે બધાને ઈન્ટરવ્યૂ આપ્યા બાદ હવે નેહા ભટ્ટનો રડતો વીડિયો આવ્યો છે. તંત્રને કારણે એક વિકલાંગ દીકરી જાહેરમાં રડવા મજબૂર બની છે. નેહા ભટ્ટના ટી સ્ટોલને દૂર કરવાની પોલીસે કવાયત હાથ ધરતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. હાલ તેનો વીડિયો સામે આવ્યો છે. જાેકે, નેહા ભટ્ટનો રડતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થયો છે. લોકો તેને શેર કરી રહ્યાં છે. નેહા ભટ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર કચેરીમાં પણ ચાની કેટલી ખોલવા માટેની મંજૂરીની માંગણી કરી હતી. દિવ્યાંગ યોજનાઓ તો ઘણી બનાવવામાં આવી છે.
પરંતુ આ દિવ્યાંગ દીકરી કે જેણે એસટી બસ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો છે તેને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય મળી નથી. જેને કારણે તે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલા ઇવેન્ટ સેન્ટરની સામે એમટીયુટી ટી સ્ટોલ શરૂ કરવા મજબૂર બની છે. ત્યારે કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી રહી છે. એક તરફ એક વિકલાંગને સરકાર તરફથી કોઈ સહાય નથી મળતી, ઉલટાનું કોર્પોરેશનનું દબાણ ખાતું ધાક ધમકી આપે છે. ત્યારે ફરી એકવાર તંત્ર તેને ટી સ્ટોલ હટાવવા પહોંચ્યુ હતું, જેથી નેહા ભટ્ટ જાહેરમાં રડી પડી હતી.
રડતા રડતા નેહા ભટ્ટે શું કહ્યું… તે જાણો… ‘‘તમે વિકલાંગ દીકરીને હેરાન કરો છો, પ્રેમથી તમે કહ્યું હોત કે બેન આજે સીએમ સાહેબ આવે છે, તો હુ જતી રહેત ને. હું પણ માણસ છું, હુ પણ રિસ્પેક્ટ કરું છું, હું કોઈનું ખરાબ નથી કરતી. આટલી બધી લારીઓ ચાલે છે, એ કોઈને નથી હટાવતા, પરંતુ રોજ મને હેરાન કરો છો. પ્રેમથી કહ્યુ હોત કે બેન સાહેબ આવે છે, આજે નહિ તો કાલે આવી જાત તો વાંધો નહિ. રેકોર્ડિંગ છે મારી પાસે. પૈસા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઉભી રાખે છે. એમનો માણસ શું કહીને ગયો, કાલે લારી ઉભી ન રાખતા, એએમસી વાળા આવવાના છે.
આજે એક પણ લારી નથી આવી. તમે આ જ પોલીસ સ્ટેશનમાં હોવ તો જાેજાે રોજ અહી લારી ઉભી રહે છે, હુ ખોટી નથી. સાબિતી વગર નથી, પગ નથી એવી દીકરીને હેરાન કરો છો, બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન નથી ચાલતું. હું કંઈ કચરો છું અહીંનો, કે મને નાંખો ગાડીમાં, મારા માબાપ સાથે બેસું છું અહીં, ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી. કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી, ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે… રોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. ૧૦ રૂપિયામાં ખાલી હં આપઘાત ન કરું, ડિપ્રેશનમાંથી બાહર નીકળું એટલે અહી આવી છું.
કોણ છે નેહા ભટ્ટ?.. તે જાણો… નેહા ભટ્ટ મૂળ માહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે ૧૨ ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. ઁ્ઝ્રનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે. ભાડાના નાના ઘરને બદલે તેણે પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું. અને બેન્ક લોન માટે એપ્લાય કર્યું. પણ કદાચ વિધાતાને આ મંજુર ન હતું. કઈ રીતે થયો અકસ્માત?.. તે જાણો… બેન્ક લોન માટે મહુવાની ખાનગી બેન્કમાંથી નેહાને કોલ આવ્યો અને તે અમદાવાદથી મહુવા જવા નીકળી હતી.
બગોદરા પાસે તેની જી્ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ. અકસ્માતના કારણે નેહાને બગોદરા, બગોદરાથી અમદાવાદની સોલા સિવિલ અને ત્યારબાદ તેને અસારવા સિવિલ ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેના એક પગને કાપવો પડ્યો. આ તકલીફ વેઠવી તેની માટે ઘણી મુશ્કેલ રહી.
Recent Comments