fbpx
ગુજરાત

સુરતના ચાર વિદ્યાર્થીઓની કમાલ, જેમાં બેસીને હરીફરી શકાય અને સામાન પણ મોકલી શકાય તેવો હ્યુમન રોબોટ

સુરતમાં મિકેનિકલ એન્જીન્યરીંગમાં ડિપ્લોમા કરી રહેલા,ચાર મિત્રોએ સાથે મળી એક હ્યુમન રોબોટ બનાવ્યો છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વીડિયો અપલોડ થતા લાખો લોકોએ એક જ દિવસમાં નિહાળ્યો. સુરત શહેરમાં જ્યારે આ રોબોટ ગાડીમાં બેસીને આ વિદ્યાર્થી નીકળે છે ત્યારે લોકો આશ્ચર્યથી ઉભા રહી જાય છે. નાના બાળકો થોડા ડર સાથે આ વિચિત્ર ગાડીને જોઈ રહે છે. કારણકે જે રોબોટ છે, તે માનવ આકારમાં છે એટલે કોઈ માણસ ગાડી ખેંચતો દોડતો હોય તેવું લાગે.પાંડેસરા વિસ્તારમાં રહેતાં સંગમ મિશ્રા શિવમ મૌર્યા બી. ટેક.માં અભ્યાસ કરી રહ્યા છે.

જ્યારે બીજા તેનાં મિત્રો શુભમ મૌર્ય મિકેનિકલ એન્જિનિયરિંગ અને શિવાસિંહ તો ધો ૧૨ માં અભ્યાસ કરે છે. આ ચારેય મિત્રો ઘણા વર્ષોથી જૂદા જૂદા પ્રોજેકટ ઉપર કામ કરે છે. ત્યારે દોઢ મહિના પહેલા નકકી કર્યું કે કાંઈક નવીન કરવું અને રોજબરોજની જિંદગીમાં કામમાં આવે તેવી શોધ કરવી. સતત ૪૫  દિવસ અએટલે કે દોઢ મહિનાના સખત પરિશ્રમથી હ્યુમન રોબોટ બનાવવામાં સફળતા મળી. આ ક્રિએટિવ રોબોટને સુરતના જાહેર માર્ગો ઉપર ઉતારતા લોકોના ટોળેટોળાં આ વિચિત્ર વાહનને જોવા ઉભા રહી ગયા હતા. આ બાબતે સંગમ મિશ્રા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે,” લોકોનો પ્રતિસાદ અમારી કલ્પના બહાર છે. અમે તો સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે, લોકોનો આટલો પ્રેમ મળશે.

આ રોબોટ દિવ્યાંગો, બાળકો ને શાળાએ લાવવા લઈ – જવા, આ ઉપરાંત ટેકસટાઇલ માર્કેટમાં માલ સામાનની હેરફેર માટે ખૂબજ ઉપયોગી બનશે.”  સરકારશ્રી જો આવી પ્રતિભાને યુવાનીમાં યોગ્ય સપોર્ટ, સંશોધન ક્ષેત્રે  આર્થિક હોય કે બ્યુરોક્રસી લેવલે હોય,તેમની જરૂરિયાત સંતોષાયતો તેઓ ઉભરી આવશે. એક વાત અહીં ચોક્કસ કહીં શકાય કે આપણાં ગુજરાતમાં પણ આવા ટેલેન્ટેડ અને એનાલીટીકલ બુધ્ધીકૌશલ ધરાવતાં અનેક વિદ્યાર્થીઓ છાને ખૂણે પણ જોવા મળે છે. સવાલ એમને પ્રોત્સાહિત કરવાનો. હોય છે.

આવાં વિદ્યાર્થીઓ ભવિષ્યની એડવાન્સ ટેક્નોલોજી માટે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે અનેક કિર્તીમાનો સ્થાપી શકે છે. માત્ર અભ્યાસ કરતાં જ નહીં પરંતુ ઓછું ભણેલ  યુવાધન કે જેમણે પોતાની કોઠાસૂઝથી આવા અનેક સંશોધનો કર્યા હોય તેવા લોકોને ખોળી કાઢી તંત્ર દ્વારા તેમનો વધુ સંશોધન માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રકચર અને આર્થિક સહયોગ આપવામાં આવે તો ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતનો ડંકો સમગ્ર વિશ્ર્વમાં જરૂર વાગે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીં મારે સાવરકુંડલા શહેરના એક એવાં યુવાનની વાત પણ કરવી છે.

જેણે પોતાની સમજથી અને પોતાની સ્વમહેનતે એક સનેડો રીક્ષા બનાવી છે. જે પલ્ટીપલ ઉપયોગમાં લઈ શકાય છે. જે યુવાનનું નામ છે વિષ્ણુભાઈ ભરાડ.. ખૂબ જ સંશોધક સ્વભાવ ધરાવતાં આ યુવાન પણ પોતાની સમજ મુજબ જાતજાતના સંશોધન દ્રારા કંઈક ને કંઈક નવું કરતાં જોવા મળે છે. આ  અગાઉ પણ અમે એ વિશે અખબારોમાં આર્ટિકલ લખેલ છે. પરંતુ કમનસીબી એ છે કે આવા ઓછું ભણેલા પરંતુ ટેલન્ટેડ યુવાનોને હજુ તંત્ર દ્વારા જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી. ઈચ્છીએ  તંત્ર દ્વારા વિઝન બદલે અને આવા સંશોધનોને પર્યાપ્ત પ્લેટફોર્મ મળે. પ્રસ્તુત તસવીરમાં એક સુરતના એ વિદ્યાર્થીઓએ હ્યુમન રોબોટ બનાવ્યો તે છે અને બીજી તસવીર સાવરકુંડલાના ઓછું ભણેલા પરંતુ ગજબની  સંશોધનાત્મક બુદ્ધિમત્તા ધરાવતાં વિષ્ણુભાઈ ભરાડની છે….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/