fbpx
ગુજરાત

અમદાવાદના યુવકને વીડિયો કોલ કરીને ન્યૂડ વીડિયોનું સ્ક્રીન રેક્રોડિંગ લઇ વીડિયોને ડિલીટ કરવા આરોપી દ્વારા ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું

શહેરમાં છેતરપિંડીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતો એક સીએ યુવક અજીબ રીતે છેતરપિંડીનો ભોગ બન્યો છે. આ યુવકને વીડિયો કોલ કરીને ન્યૂડ વીડિયોનું સ્ક્રીન રેક્રોડિંગ લઇ લેવામાં આવ્યું હતું. જે બાદ આ વીડિયોને ડિલીટ કરવા માટે આરોપી દ્વારા ધમકી આપવામાં આવતી હતી અને તે બહાને જ યુવક પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ૬ માર્ચના રોજ યુવક ઘરે હાજર હતો ત્યારે તેના વોટ્‌સઅપ પર મેસેજ આવ્યો હતો અને પૂછ્યું હતું કે, તમારે શું કરવું છે? આ નંબરના ડીપીમાં છોકરીનો ફોટો હોવાથી યુવકએ વીડિયો કોલ કરવાની જાણ કરી હતી.

જેથી સામેથી વીડિયો કોલ આવતા યુવકે વીડિયો કોલ ઉપાડતાં જ એક યુવતી નગ્ન અવસ્થામાં હતી. જેણે યુવક સાથે પ્રેમ ભરી વાતચીત કરીને તેના કપડા ઉતરાવ્યા હતા. જેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયો યુવકને મોકલી આપીને તેની પાસે પૈસાની માંગણી કરી હતી. જે બાદ યુવકને કીધું હતું કે, તમારે આ વીડિયો રાખવો છે કે ડિલીટ કરવો છે? યુવકએ વીડિયો ડિલીટ કરવાનું કહેતા સામેવાળી વ્યક્તિએ રૂપિયા ૫ હજાર માંગ્યા હતાં. યુવકએ ૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરતાં તેને જુદી-જુદી રીતે ડરાવી ધમકાવીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને કુલ રૂપિયા ૧ લાખ ૨૫ હજાર પડાવી લીધા હતાં.

જે અંગે યુવકે સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. બાદમાં ૧૮મી માર્ચના દિવસે યુવક પર એક કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખ દિલ્હી ક્રાઇમબ્રાન્ચના એસ.પી. ગૌરવ મલ્હોત્રા તરીકે આપી હતી. સાથે જ ધમકી આપી હતી કે, તમારો ન્યૂડ વીડિયો યુ-ટ્યુબ પર વાયરલ થયો છે. યુ-ટ્યુબ તરફથી ફરિયાદ મળેલ છે. જેથી તમને એરેસ્ટ કરવાના છે. તમારે નાણા આપવા પડશે, પરંતુ યુવકે બીજા રૂપિયા આપ્યા ન હતા. જે અંગેની જાણ યુવકે પોલીસને કરતાં સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/