fbpx
ગુજરાત

વિદેશથી સુરત આવતા ૧૫૦૦ કરોડના ૫૦૦ હીરાના પાર્સલ અટવાયા, જાણો કારણ આ?

સુરત હીરા ઉદ્યોગનું હબ છે. સુરતમાં હીરા ઉદ્યોગની હાલત કફોડી બનવા જઈ રહી છે. સરકાર દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવતા હીરાઓ માટે ખાસ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે અને આ સોફ્ટવેર ન ચાલતું હોવાને લઈને દેશભરની ૫૦૦ જેટલી હીરા કંપનીઓના ૧૫૦૦ કરોડના હીરા અટવાયા છે. જેને લઈને સુરતમાં રફ હીરાની અછત ઉભી થતા રત્નકલાકાર આ વખતે ઉનાળું વેકેશન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હીરા ઉદ્યોગનું સૌથી મોટું હબ સુરત કહેવાય છે. જ્યારે દેશ અને દુનિયામાંથી રફ હીરા સુરતમાં લાવીને ૧૦૦માંથી ૯૦ હીરા સુરત શહેરમાં તૈયાર કરવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં પારદર્શકતા આવે તે માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા જ એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. સોફ્ટવેર દ્વારા બિલની એન્ટ્રી થયા બાદ પાર્સલ ક્લિયર થતા હોય છે. જાેકે, આ સોફ્ટવેર છેલ્લા છ દિવસથી નહીં ચાલતા દેશભરમાંથી ૫૦૦ જેટલા હીરા વેપારીઓના ૫૦૦ જેટલા પાર્સલ અટવાયા છે.

ખાસ કરીને ૧૫૦૦ કરોડ કરતાં વધુના ડાયમંડ હાલ જે તે પોર્ટ ઉપર આવી ગયા છે, પણ ક્લિયર થતાં નથી. દુબઈ, હોંગકોંગ, રશિયા અને દક્ષિણ આફ્રિકાથી મોટા પ્રમાણમાં ડાયમંડ ઉદ્યોગના રફ હીરા સુરત આવવા માટે નીકળ્યા હતા. આ પોર્ટલ દ્વારા કોઈપણ હીરા કંપની જે પૈસાનું ચુકવણું કરે તે વેબસાઈટ પર દેખાતા, તેને લઈને કસ્ટમ દ્વારા હીરા ક્લિયર કરવામાં આવતા હોય છે. પરંતુ આ સોફ્ટવેર કાર્યવાહીને લઈને વેપારીઓ દ્વારા કરવામાં આવેલું પેમેન્ટ દેખાતું નથી. જેને લઇને કસ્ટમ દ્વારા માલ છોડવામાં આવતો નથી. આ પોર્ટલ ટૂંક સમયમાં શરૂ થાય તેવી સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. હાલ આ સમસ્યાને લઈને સુરત અને મુંબઈના મોટાભાગના વેપારીઓના હીરા અટવાયા છે. ખાસ કરીને સુરતના હીરો ઉદ્યોગમાં બહારથી આવતા રફ હીરાને લઈને રત્ન કલાકારોને કામ મળતું હોય છે અને જાે આ સોફ્ટવેર જલ્દી ચાલુ નહીં થાય તો આગામી દિવસમાં માલ આવતો અટકતાં રત્ન કલાકારોને આગામી દિવસમાં ઉનાળુ વેકેશન જલ્દીથી આપવામાં આવી શકે છે. જેને લઈને તેમની હાલત કફોડી બનતી જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/