શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર દ્વારા પર્યાવરણ સંસ્થાન ગ્રીન આર્મી ને પાણી ટેન્કર ની ભેટ
સુરત શહેર માં પર્યાવરણ નું બેનમૂન કામ કરતી સંસ્થાન ગ્રીન આર્મી ને શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર દ્વારા વૃક્ષો ને કાયમી પાણી મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ થી ટેન્કર ની ભેટ લાઠી શહેર ના ઉદારદિલ દાતા હાલ સુરત સ્થિત ઉદ્યોગ રત્ન શિવમ જવેલર ગ્રુપ ના મોભી તરફ થી સુરત શહેર ની ખૂબ સુરતી માટે ઓક્સીન ની અદભુત મુહિમ બની ગયેલ વૃક્ષ ને જીવન મંત્ર બનાવી હર હમેશ વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર અને સારા નરહા પ્રસંગો માં વૃક્ષ ભેટ આપી એક અનોખું અભિયાન ચલાવતી સંસ્થાન ગ્રીન આર્મી ને પર્યાવરણ પ્રકૃતિ ના સુંદર કાર્યો થી પ્રભાવિત થઈ ને ઘનશ્યામભાઈ શંકરે ગ્રીન આર્મી સંસ્થા ને પાણી ટેન્કર ની ભેટ આપી આ સંસ્થા ને સ્વનિર્ભર બનાવી વંદનીય કાર્ય કર્યું છે ગ્રીન આર્મી ટ્રસ્ટ માં કોઈ પ્રમુખ મંત્રી નહિ માત્ર બધા ટ્રસ્ટી કોઈ સુખી સંપન્ન નહિ સામાન્ય પરિવાર માંથી આવતા ગ્રીન આર્મી ટ્રસ્ટ ના તમામ સ્વંયમ સેવી પોતા ના ઘર પરિવાર ના ગુજરાન માટે વેપાર ધંધો રોજગાર નોકરી એ જતા પહેલા રોજ વહેલી સવારે પાંચ કલાકે શહેર ના વિવિધ વિસ્તારો માં વૃક્ષો ને પાણી પાંજરા અને વૃક્ષારોપણ કરે છે કામ ના સમયે પોતા ના કામ ધંધા રોજગાર જતા પહેલા સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે છોડ માં રણછોડ વૃક્ષ દેવો ભવ ની શુદ્ધ ભાવના સાથે વૃક્ષ માટે ની આવી સેવા કરી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક પ્રવૃત્તિ થી પ્રભાવિત થઈ દાતા પરિવારે સુંદર પ્રકાર ની મદદ કરતા ગ્રીન આર્મી પરિવારે ખૂબ ખુશી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments