fbpx
ગુજરાત

ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું, ૩ દિવસ આ શહેરોમાં પડશે વરસાદ:IMD

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, આજથી ૩ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. આવતી કાલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આવતીકાલ બુધવારથી ત્રણ દિવસ વાતાવરણ પલટાશે. રાજ્યના વિવિધ વિભાગોમાં તોફાની પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારથી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે. તેથી હવે ધ્યાન રાખજાે. બુધવારે દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા, સૌરાષ્ટ્ર-કચ્છમાં અને ગુરુવારે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છમાં અને શુક્રવારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. ૨૬ એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે. દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે. ફરી એકવાર કરા અને માવઠાની મોસમ આવી છે. ગરમીનો પારો ડાઉન થશે. તાપમાન ઘટીને ૩૬ થી ૩૯ ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન ૧૫ થી ૨૫ ડિગ્રી જવાનુ અનુમાન છે. આજે નવસારી જિલ્લામાં સવારથી જ વાતાવરણ પલટાયું છે. નવસારી જિલ્લામાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવસારીમાં વહેલી સવારથી ઘાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબીલિટી ઓછી રહેતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વાહનની હેડલાઈટ ચાલુ રાખી લોકો વાહનો ચલાવી રહ્યા છે. ધુમ્મસ સાથે ઝાંકળ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ધુમ્મસે ખેડૂતોની ચિંતા વધારી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/