fbpx
ગુજરાત

ગુજરાત જી્‌ વિભાગમાં ૩૪૦૦થી વધુ ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી

નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે ૩૪૦૦થી વધુ ભરતી કરવામાં આવશે. એસટી બસમાં ૨૧૦૦ જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે ૧૩૦૦ જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.ગુજરાત એસટી વિભાગમાં આટલા મોટા પ્રમાણમાં ભરતી માટે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એસ.ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત ૨૧૦૦, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત ૧૩૦૦ તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.આ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ગુજરાતમાં ટૂંક સમયમાં ૫૦૦ કે ૧૦૦૦ નહીં પરંતુ ૬૦૦૦ પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. હસમુખ પટેલે જણાવ્યું હતુ કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.મહત્વનું છે કે ગુજરાત સરકારે વર્ગ ૩ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ ૩ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે. બે તબક્કામાં પરીક્ષા યોજાશે. પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/