કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ

આમ તો ઘણા લોકડાયરા તમે જાેયા હશે. જેમાં રૂપિયાનો, સોના-ચાંદીના સિક્કાનો, ડોલરનો વરસાદ થતો હોય છે. ગુજરાતી લોકગાયક કિર્તીદાન ગઢવીનો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
જામનગરમાં મહારાણા પ્રતાપ જન્મતિથિ નિમિતે રાજપૂત સમાજ દ્વારા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકડાયરામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ ઉપરાંત રિબડા જૂથના રાજદીપસિંહ અને ગોંડલ જૂથના ગણેશ ગ્રુપ દ્વારા પણ સ્ટેજ પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
Recent Comments