fbpx
ગુજરાત

નવસારીના વિજલપુરમાં પાલિકા ૭ વર્ષ બાદ પણ તળાવ ભરી શકી નથી

વિજલપુર પાલિકા વિસ્તારમાં લોકોને મીઠું પાણી મળી રહે તે માટે તળાવમાં પાણી ભરવાનું આયોજન કરવામાં આવ્યું પણ સાત વર્ષ વિત્યા છતાં એક પણ ટીપુ પણ પાણી ભરાયું નથી. હવે કરોડોના ખર્ચ પછી સાત વર્ષે પાલિકાને જ્ઞાન આવ્યું કે તળાવની ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે એમાં પાણી નહીં રહે. એટલે હવે જાદુગરની જેમ જાદુઈ ઉપાયો શોધી રહ્યા છે. ક્રિકેટના મેદાન જેવા આકારનું દેખાતુ તળાવમાં પાલિકા દ્વારા અનેકવાર મીઠુ પાણી ભરવાના વાયદા કરવામાં આવ્યા. જાે કે પાલિકાના ધાંધિયા એવા છે કે તળાવની ભૌગોલિક સ્થિતિ અંગે કોઈ તાગ મેળવ્યા વિના જ તળાવ ભરવા માટે ફાંફા મારવામાં આવ્યા. જાે કે તળાવ તો ન ભરાયુ પરંતુ અહીં ક્રિકેટનું મેદાન બની ગયું છે. છેલ્લા ૭-૭ વર્ષથી આ તળાવ આવું ખાલીખમ અને કોરૂધાકોર પડ્યું છે. નવસારીના વિજલપોરમાં આશરે ૨૦ હજારથી વધુ વસ્તી રહે છે.

આ તમામ લોકોને પાણી પૂરું પાડવા બોરિંગનું પાણી મિક્સ કરીને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. આમ સરકારી યોજના છતાં આ વિસ્તારના ૨૦,૦૦૦ થી વધુ લોકો બોરનું પાણી પીવું પડી રહ્યું છે.સ્વભાવિક છે કે રાજ્યની સૌથી મોટી નગરપાલીકા હોય એટલે જવાબદારી પણ વધુ હોય. એટલે માની લઇએ કે છેલ્લા ૭-૭ વર્ષથી તેમને હજુ તેમને પોતે જ બનાવેલા તળાવમાં પાણી ભરવાનો સમય પણ નથી મળ્યો. નવાઈની વાત એ છે કે હવે કરોડોનું આંધણ કરી નાખ્યા બાદ શાસકો અને અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થયું કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે તેમાં તો વરસાદી પાણી સ્ટોર થઈ શકે એમ જ નથી.અત્યાર સુધી જનતાના ટેક્સના પૈસા વેડફ્યા બાદ પણ તળાવમાં પાણી તો ન ભરાયું પણ લોકોના પૈસા તો પાણીમાં જરૂર ગયા છે. પાલિકાના આ જાદુઈ ઉપાયો ૭ વર્ષમાં કામે નથી લાગ્યા તો હવે કેવી રીતે લોકોને પાણી મળે છે એ જાેવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/