fbpx
ગુજરાત

પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે જાગૃત બની પર્યાવરણના રક્ષણમાં સહભાગી બનીએ

આણંદવનોના પારણામાં ઉછરેલી ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા રહ્યો છે. “છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર” ને વરેલી આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની પણ પૂજા કરવામાં આવે છે. વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ જ અનિવાર્ય છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાનું કામ કરે છે. પરંતુ હાલના સમયમાં અનેક પ્રકારના પ્રદૂષણ વધ્યા છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ઘેરાયેલું છે, ઋતુચક્ર ખોરવાયા છે, માનવ જીવન પર આની વિઘાતક અસરો થઈ રહી છે. આથી મનુષ્યના જીવનમાં પર્યાવરણના મહત્વને ઉજાગર કરવા, જન માનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધારવા તેમજ લોકો પર્યાવરણની સુરક્ષા પ્રત્યે સજાગ થઈ ધરતી માતાને હરિયાળી રાખવાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૫ મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આગામી તા. ૫ જુનના રોજ “પ્લાસ્ટિકના પ્રદુષણને હરાવીએ” થીમ આધારીત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પ્રકૃતિ-પર્યાવરણના સુયોગ્ય જતન-સંવર્ધન માટે, માનવ અસ્તિત્વને સુસંવાદી બનાવવા માટે આપણે પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવાની જરૂર છે. આ ઉજવણીને ફકત એક દિવસ પુરતી સિમિત ના રાખતા આપણે સૌ સાથે મળી પર્યાવરણને બચાવવા પ્રયત્નો કરીએ.
પ્લાસ્ટિકના પ્રદુષણને નાથવા આટલું કરીએઃ
પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ, કાપડ અને શણની થેલીઓનો ઉપયોગ કરીએ, પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ ટાળીએ, પ્લાસ્ટિકને રિસાઈકલ કરી તેનો પુનઃઉપયોગ કરીએ, જ્યાં ત્યાં પ્લાસ્ટિક કચરો ના ફેંકીએ, તેનો યોગ્ય નિકાલ કરીએ, નદીઓ, સરોવરો અને સમુદ્રોમાં પ્લાસ્ટિક જવાથી દરિયાઈ જીવો માટે જીવલેણ બને છે, તેમજ ભૂગર્ભજળને ઝેરી બનાવે છે માટે તેમાં પ્લાસ્ટિક ના ફેંકીએ, બની શકે તો પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો ઉપયોગ ટાળીએ, દુકાનમાંથી વસ્તુઓ લેવા જઈએ ત્યારે હંમેશા કાપડની થેલી સાથે રાખીએ, પ્લાસ્ટિકની ભયંકર અસરો વિશે અન્ય લોકોને જાગૃત કરીએ તથા પ્લાસ્ટિકને ફેંકીના દેતા તેનો યોગ્ય નિકાલ કરીએ.
આગામી તા. ૫ મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થનાર છે ત્યારે આપણે સૌ આ ઉજવણીને સાર્થક બનાવવા પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે કટિબધ્ધ બનીએ અને પર્યાવરણની જનજાગૃતિના કાર્યમાં યોગદાન આપીએ. મૂલ્યવાન પ્રાકૃતિક સંપદાનું દોહન અટકે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે આજના સમયની તાતી જરૂરિયાત છે. જેને ધ્યાને લઈ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ “પ્લાસ્ટિકના પ્રદુષણને હરાવીએ” ને ઝુંબેશ સ્વરૂપે ચલાવીને પ્લાસ્ટિકના પ્રદુષણને ડામવા સહિયારા પ્રયાસો કરીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/