fbpx
ગુજરાત

વડોદરાના એક કાર્યક્રમમાં બાબા બાગેશ્વર પહોંચ્યાધાર્મિક કાર્યક્રમો પર પથ્થરમારો કરનારાઓ વિશે કહ્યું, “આ લોકો રાક્ષસ વૃત્તિના છે”,

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે હતા. વડોદરાના શ્રીમંત એસ.વી.પી.સી ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં બાબા બાગેશ્વર પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું. અંદાજે ૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું સોનાનું સિંહાસન ગણેશજીને અર્પણ કરાયુ હતુ. ત્યારે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાહેર મંચ પરથી ધાર્મક કાર્યક્રમો પર પથ્થરમારો કરનારા લોકો પર મોટું નિવેદન આપ્યું. બાબા બાગેશ્વરે કહ્યું કે, આ લોકો રાવણના ખાનદાનના લોકો છે, રાક્ષસ વૃત્તિના લોકો છે

. પથરાવ કરતા રહે છે. પરંતું હવે હિન્દુ જાગી રહ્યાં છે. હવે ભારતનો સનાતની જાગી રહ્યો છે. હવે દેશમાં આવા લોકોની ઠઠરી અને ગઠરી બંને બનશે. તો શું સનાતન ધર્મ ખતરામાં છે તેવા સવાલના જવાબમાં બાબાએ કહ્યું કે, સનાતન ધર્મ પહેલા ખતરામાં હતો, પર અબ ઉબલ ચૂકા હૈ. સનાતન ધર્મ ક્યારેય ખતરામાં ન હતો, માત્ર નિંદ્રાધીન હિન્દુ હતો. હવે તે જાગી ગયો છે. રામચરિત માનસને ફાડનાર લોકો આવનાર સમયમાં સનાતનીઓ ને આજ રીતે ફાડશે, માટે અત્યારે નહિ જાગો તો ભવિષ્યમાં તમારી પેઢી ખતરામાં આવી શકે છે

.નેતાઓના નિવેદનબાજી વિશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેમની વૃત્તિ થઈ ગઈ, જેવા જેના ડીએનએ, તેવા તેઓ કાર્ય કરતા રહે છે. અમે નેતાઓ પર કોમેન્ટ્‌સ નથી કરતા. બાગેશ્વાર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણપતિ પૂજા કરીને કહ્યું કે, મને આજે વડોદરામાં આવીને ગણપતિજીની પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. જય જય ગરવી ગુજરાત, વડોદરા અમારું જ નગર છે. અમે પણ ગુજરાતી છીએ. બહુ જ આનંદ આવે છે, આ શહેર સંસ્કૃતિ અને સંસ્કારોથી ભરેલું નગર છે. આજના દિવસે સમય કાઢીને હું અહી આવ્યો. તેથી હુ અહી બાપ્પાને પ્રણામ કરવા આવ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/