fbpx
ગુજરાત

કેનેડા હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયોડાયરામાં ‘દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે…’ રચના પર શ્રોતાઓ આફરીન

ગુજરાતી કલાકારો હાલ વિદેશોમાં જમાવટ કરી રહ્યાં છે. કિંજલ દવે, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, અતુલ પુરોહિત જેવા દિગ્ગજ કલાકારો હાલ વિદેશમાં વસતા ગુજરાતીઓને ગરબાથી ડોલાવી રહ્યાં છે. ત્યારે કેનેડાની ધરતી પર પહોંચીને લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ તહેલકો મચાવ્યો. લોકગાયક કીર્તિદાન ગઢવીએ વિદેશ ધરતી પર ભારે જમાવટ કરી. કેનેડા હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો અભૂતપૂર્વ ડાયરો યોજાયો હતો

જેમાં ત્યા વસતા ગુજરાતીઓ આફરીન આફરીન થઈ ગયા હતા. લોકગાયક કિર્તીદાન ગઢવી હાલ કેનેડાના પ્રવાસે છે. વિદેશની આ ધરતી પર કિર્તીદાનના ડાયરા અને રાસગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડે છે. ત્યારે કેનેડાના હેમીલ્ટન શહેરમાં કીર્તિદાન ગઢવીનો ભવ્ય ડાયરો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા. આખુ ઓડિટોરિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.

તો કેનેડામાં પણ કીર્તિદાનના સૂરો પર ડોલરનો વરસાદ થયો હતો. ડાયરામાં ‘દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે…’ રચના પર શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીની એક-એક રચનામાં તાળીઓનો ગડગડાટ થયો હતો, તો સાથે જ આખા હોલમાં હાજર શ્રોતાઓએ ગીતો સાથે લલકાર્યા હતા. ડાયરાની સંસ્કૃતિથી અજાણ કેનેડિયન ગુજરાતી યુવાનો પણ ઝૂમ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/