fbpx
ગુજરાત

બનાવટી ચલણી નોટો અને નોટ છાપવાની સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પાડતી સુરત પોલીસ

સુરત શહેર પોલીસને મોટી સફળતા મળી છે, ઉધના પોલીસે બનાવટી ચલણી નોટો અને નોટો છાપવાની સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પડયો હતો. પોલીસને પકડાએલા વ્યક્તિ પાસેથી ૧૦૦ રૂપિયાના દરની નકલી ૨૫૯ નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી બાબતે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના પોલીસની ટીમ તારીખ ૧૬-૦૬-૨૦૨૪ ના રોજ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન પોલીસે બાતમીના આધારે એક ઇસમને ઝડપી પાડ્‌યો હતો. પોલીસે આરોપી પીન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્‌યો છે. પકડાયેલ આરોપી બનાવટી ચલણી નોટ છાપવાનું કામ કરતો હતો.પકડાયેલ આરોપી સરળતાથી રૂપીયા કમાવવા માટે આરોપી સલમાન અહેમદ સાથે મળી બનાવટી ચલણી નોટ છાપતો હતો. પકડાયેલ આરોપી પીન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટીંગનું અગાઉ કામ કરતો હતો. જેથી પ્રિન્ટ બાબતે તેની પાસે પુરતી માહિતી હતીપ

ઉલ્લેખનીય છે કે, પકડાએલા વ્યક્તિની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પોતે (આરોપી) શિવનંદન અને તેનો મિત્ર સલમાન આ ડુપ્લીકેટ નોટો શાકભાજી માર્કેટમાં તથા નાના સ્ટોરમાં જઈને ખરીદી કરી વટાવતા હતા જેથી ૧૦૦ રૂપિયાની નોટમાં કોઈને શક પણ ના જાય અને પોતે વસ્તુઓની ખરીદી કરી લે. હાલ તો પોલીસે આરોપી પાસેથી ૧૦૦ રૂપિયાના દરની બનાવટી ચલણી ૨૫૯ નોટ જેની કીમત ૨૫,૯૦૦ જેટલી થાય છે..આ સાથે પોલીસે બનાવટી નોટ છાપવા માટેની સામગ્રીઓ મળી કુલ ૪૬ હજારથી વધુનો જથ્થો કબજે કર્યો છે..પોલીસે આરોપીને બનાવટી નોટ છાપવામાં મદદરૂપ થતા સલમાન અહેમદને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતીમાન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/