અંબાજી યાત્રામાં આઇસરનો લીધે પદયાત્રીઓને અડફેટે લઈ તોડ્યા , સ્થાનિકોની બહાદુરીથી પકડાયો
ભાદરવી પૂનમે અંબાજીના દર્શનાર્થે ઘણાં ભક્તો પદયાત્રા કરતા હોય છે. ગઈકાલે રાત્રે પણ ખેડાથી પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા હતાં, ત્યારે અચાનક આઇસરચાલકે પાછળથી આવીને ચારથી વધુ પદયાત્રીઓને ફંગોળી દીધા હતાં. આઇસરચાલકે ગઈકાલે રાત્રે ફિલ્મી ઢબે રેલિયા પોલીસના બેરિકેડ તોડી પદયાત્રી સિવાય એક બાઇકચાલકને અડફેટે લીધો હતો. બેફામ આઇસર ચલાવનાર ડ્રાઈવરે સૌથી પહેલાં ઉત્કંઠેશ્વર પાસે બાઇકચાલકને અડફેટે લીધો હતો. ત્યારબાદ અંબાજી જતાં ચારથી વધુ પદયાત્રીઓને ટક્કર મારી અને રેલિયા ચેકપોસ્ટે પહોંચતા ફિલ્મી ઢબે પોલીસના બેરિકેડ તોડીને ફરાર થઈ રહ્યો હતો. આઇસરચાલકને પકડવા તેનો પીછો કરી રહેલાં સ્થાનિકોએ મોકો મળતાં જ અરવલ્લીના બાયડથી તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અંબાના દર્શન માટે જઈ રહેલાં ઘણાં પદયાત્રીઓને આઇસરચાલકે ઈજા પહોંચાડી હતી. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, લગભગ ૧૦૦ કિમીના પદયાત્રી માર્ગ પર આ આઇસરચાલકે આતંક મચાવ્યો હતો.
Recent Comments