વડોદરામાં અકોટા વિસ્તારમાં વરસાદનાંકારણે બાઇક સવાર ભૂવામાં પડતાં મોત
વડોદરા શહેરમાં સતત વરસાદ ચાલુ રહેતા મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. કેટલાક રોડ પર ખાડા અને મોટા ભૂવા પડયા છે. અકોટા વિસ્તારમાં આવા જ એક ભૂવામાં બાઇક સવાર પટકાતા ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વાસણા રોડ રાજીવ નગરમાં રહેતો કરણ વાડીલાલ વાઘડિયા ગેરેજમાં કામ કરે છે. આજે બપોરે બાઇક લઇને તે ગેરેજનો સામાન લેવા માટે નીકળ્યો હતો. અકોટા ગોવર્ધન હવેલી પાસેથી જતો હતો. રોડ પર પડેલા ભૂવામાં વ્હીલ પડતા તે બાઇક પરથી સ્લિપ થઇ ગયો હતો. રોડ પર પટકાયેલા કરણને ઘુંટણ અને છાતીમાં ઇજા થઇ હતી. છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ઇજાગ્રસ્ત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર છે. કરણે જણાવ્યું હતું કે, ભૂવો પડયો હોવા છતાંય ત્યાં કોઇ બેરિકેડ કે નિશાની લગાવવામાં આવી નહતી. જેના કારણે મેં પડયો હતો. ઉલ્લેખનીય છે કે, રાતે આ ભુવામાં કોઇ વાહન ચાલક પડે તો જીવલેણ અકસ્માત થાય. વધુમાં, સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ભૂવાને હાલમાં જ પૂરવામાં આવ્યો હતો. પરંતુ, માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ફરીથી રોડ બેસી ગયો હતો.
Recent Comments