fbpx
ગુજરાત

વડોદરામાં શાળા બંધ રાખવાનો આદેશ હોવા છતા શાળા ચાલુ રાખવાના કારણે થયો હોબાળો

પડેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આજે શહેરની તમામ શાળાઓ બંધ રાખવા માટે પરિપત્ર જાહેર કર્યો હોવા છતા ઝેનિથ સ્કૂલે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા હોબાળો મચી ગયો હતો. શહેરના પ્રતાપનગર-ડભોઇરોડ પર આવેલી ઝેનિથ સ્કૂલમાં ધો.૧ થી ૧૨માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આજે તમામ શાળાઓ બંધ રાખવાનો શિક્ષણાધિકારીનો પરિપત્ર હોવા છતાં શાળામાં ધો.૫ થી ૧૨નું શિક્ષણકાર્ય ચાલુ રહ્યું હતું.

આ મામલે જાણ થતાં હોબાળો મચી ગયો હતો. જાે કે સવારે ૭ વાગ્યે શાળામાં આવેલા વિદ્યાર્થીઓને હોબાળા બાદ ૧૦ વાગ્યે છોડી દેવાયા હતા. આશ્ચર્ય તો એ વાતનું છે કે શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા હોવા છતાં સંચાલકોએ શાળા ચાલુ રાખી હતી. વિદ્યાર્થીઓ સાથે આ અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે અમને શાળા તરફથી કોઇ મેસેજ મળ્યો નહી હોવાથી આજે અમે અભ્યાસ માટે આવ્યા હતા. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે ‘અમને ઝેનિથ સ્કૂલની ફરિયાદ મળી છે. તપાસ કરવામાં આવી રહી છે. શાળા સંચાલકો અને પ્રિન્સિપાલને જવાબ માટે બોલાવ્યા છે. ફોન ઉપર થયેલી વાત અનુસાર તેઓનું કહેવું છે કે શાળા બંધ રાખ્યા હોવાનો મેસેજ તમામ વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો છે જેમાંથી કેટલાક લોકોએ મેસેજ જાેયો નહી હોવાથી ૧૦૦ થી ૧૫૦ વિદ્યાર્થીઓ શાળામાં આવી પહોંચ્યા હતા જાે કે કોઇ શિક્ષણકાર્ય કરવામાં આવ્યુ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/