કર્મનિષ્ઠ કર્મચારી, બોર્ડ ઓફ ડિરેકર્ટસ અને સભાસદોની ઉપસ્થિતિમાં શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીની સાધારણ સભા યોજાઈ
ગુજરાતના સહકાર ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધારનાર શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાની ચૌદમી સાધારણ સભાનું આયોજન કડવા પટેલ સમાજ વાડી, અમરેલી ખાતે કરવામાં આવ્યું. સંસ્થાના ચેરમેનશ્રી અનિલભાઈ વેકરિયા કહે છે કે, સહકારમાં મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના દર્શન થાય છે. સરદાર પટેલના સુરાજ્યનો સેતુ સહકારથી સાકાર થાય છે અને ત્રિભુવનદાસ પટેલે પ્રગટાવેલી સહકારની જ્યોતથી ભારતની પ્રગતિનો પથ તૈયાર થયો છે. અમારી સંસ્થાના પાયામાં પણ સ્વરાજ, સુરાજ્ય અને સહકારના સિદ્ધાંતો છે.
આ સિદ્ધાંત પર કામ કરતી આ સંસ્થાની સાધારણ સભા કર્મનિષ્ઠ કર્મચારીઓને સમર્પિત કરવામાં આવી હતી. કર્મયોગી કર્મચારીની કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા કોઈપણ સંસ્થાની પ્રગતિની આધારશિલા બનતી હોય છે. શ્રી સૌરાષ્ટ્ર નાગિરક શરાફી મંડળીનો પ્રગતિપથ કંડારવામાં કર્મચારીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સાધારણ સભામાં નવ શાખાના કર્મચારીઓમાંથી પંદર જેટલા કર્મચારીઓને એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપીને જુદી જુદી કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાની પ્રગતિમાં હરહંમેશ જરૂર પડે ત્યારે મદદની ભાવના સાથે સાથ આપનાર ખ્યાતનામ જ્યોતિષાર્ય શ્રી રોહિતભાઈ જીવાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આર્કિટેક્ટ શ્રી લતેશભાઈ ગજ્જરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાના એમ ડી શ્રી જયસુખભાઈ ગોંડલિયાએ સૌ કર્મચારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં. સંસ્થાના વાઈસ ચેરમેન શ્રી દિવ્યેશ વેકરિયા અને મંત્રી શ્રી દિપકભાઈ આંબલિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
Recent Comments