અમરેલી

દેવભૂમિ દેવળીયા ગામના ખેડૂતો ના વિજ સમસ્યા હલ કરવા નવું દેવભૂમિ એજી ફિડર મંજુર કરતા માનનીય મંત્રી કૌશિકભાઈ વેકરીયા

દેવભૂમિ દેવળીયા ગામના ૩૫૭/ખેતીવાડી વિજ કનેક્શન ઈલેવન અને એલ.ટી.વિજલાઈન કુલ ૭૦ કિમી પથરાયેલા છે જેના કારણે ખેતીવાડી વિજ પુરવઠો ફોલ્ટમા વારંવાર રહેતો હતો જે બાબતે દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત દ્વારા રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા ને લેખીત રજુઆત કરવામાં આવી હતી અને આ સમસ્યાને દૂર કરવા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા સંબંધીત પી.જી.વી.સી.એલ.કચેરીને સુચના આપી હતી જેથી વિભાગ દ્વારા નવી ૨.૫   અઢી કિલોમીટર ઈલેવન લાઈન ૬૬ કે.વી. શેત્રુંજી થી દેવભૂમિ એજી નવું ફિડર મંજુર કરવામાં આવ્યું છે અને શેત્રુંજી નદી કાંઠાના વિસ્તારો કણકોટ રોડ અને અપ્રોચ રોડ ની ગૌચરની જમીન વિસ્તારમાં આવેલી ૧૭૦ જેટલા વિજ કનેક્શન વિભાજન કરી અને દેવભૂમિ દેવળીયા ગામના ચકકરગઢ ફિડર નીચે સિમાડાની વાડીઓને ફરી દેવભૂમિ દેવળીયા એજી માં જોડાણ આપવાના કામગીરી ને સંબંધિત વિભાગ દ્વારા સૈધાંતિક મંજુરી આપવામાં આવી છે કાર્યપાલક ઈજનેર (સંની) PGVCL અને ના કા ઈ.ભવાણી સાહેબ ના પ્રયત્નો થકી માનનીય ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા નો અમારી સમસ્યાના નિવારણ માટે શ્રેષ્ઠ કામગીરી બદલ આભારી છીએ લી ભાવનાબેન નાથાલાલ સુખડીયા સરપંચ  દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત તા જી

Related Posts