fbpx
રાષ્ટ્રીય

૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૯૬૩૩ પોઝિટિવ કેસ : ૨૬૦ના મોત

અનલોક-૧ અનલકી સાબિત થઇ રહ્યો હોય તેમ ૧ જૂનથી લોકડાઉનમાં અપાયેલી સવિશેષ છૂટછાટોને કારણે અથવા તો ભારત કોરોનાના ખતરનાક ત્રીજા તબક્કા કોમ્યુનિટી ટ્રાનમિશનમાંથી પસાર થઇ હોય તેમ આજે સવારે ગુરૂવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન ભારતમાં આજદિનસુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯૬૩૩ કેસો કોરોના પોઝીટીવના બહાર આવ્યાં છે તો આ જ ૨૪ કલાકમાં વધુ ૨૬૦ લોકોના મોત થયા છે. હજુ તો ૮ જૂનથી શોપિંગ મોલ-જીમ અને તમામ ધાર્મિક સ્થળો ખોલવાના નિર્ણયથી કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના જાવામાં આવી રહી છે. છેલ્લાં ૬ દિવસથી સતત ૮ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં હતા. પરંતુ ગઇકાલ સુધીમાં સૌથી વધારે કેસો બહાર આવ્યાં છે ત્યારે લોકડાઉન કારગત નિવડ્યો કે કેમ તેની પણ ચર્ચા થઇ રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસો રોજેરોજ બહાર આવવા તે એ બાબતનો ભયજનક સિગ્નલ હોઇ શકે કે શું ભારતમાં ખરેખર સમુદાય સંક્રમણનો દોર શરૂ થયો છે કેમ. આ એક એવો દોર છે કે તેમાં જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રીના હોય તો પણ તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય છે નિષ્ણાતો દ્વારા તેને . કોમ્યુનિટી સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અને નિષ્ણાતાઓએ લોકડાઉન-૧ વખતે લોકોને ચેતવણી આપી હતી કે ભારત સંક્રમણના બીજા તબક્કામાં છે અને જા ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે તો હાહાકાર મચી જાય એટલા કેસો બહાર આવશે. તે જાતાં રોજના ૮ હજાર અને હવે ૯ હજાર કરતાં વધારે કેસો ખતરનાક માનવામાં આવી રહ્યાં છે. સૂત્રોએ કે કોરોના વાઇરસની ચેઇન એટલે કે સાંકળ તોડવા માટે અને લોકોને કોરોનાથી બચાવવા માટે ભારતમાં ૬૦ દિવસ સુધી તબક્કાવાર ૪ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કેસો વધવાને બદલે જાણે કે ધીમે ધીમે વધી રહ્યાં હોય તેમ હવે આંકડો ૯ હજારની ઉપર સુધી પહોંચી ગયો છે. મંગળવારે ૮ હજારની ઉપર અને ગઇકાલે બુધવારે ૯ હજારની ઉપર કેસો બહાર આવી રહ્યાં છે. અલબત્ત, સત્તાવાળાએએ આ કેસો વધવા માટે કોમ્યુનિટી સંક્રમણનો ઇન્કાર કર્યો છે. દેશમાં ૨૫ માર્ચથી ૩૧ મે સુધી બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો બે લાખને પાર થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૧૬,૯૧૯ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૩૦૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જ છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જાકે, ભારતમાં કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૪ લોકો સાજા થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૦૪,૧૦૭ સુધી પહોંચી ગયો છે.
અહેવાલ પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૦૭૫ સુધી પહોંચી ગઈ છે. તે સાથે જ ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૦૬૭૩૭ સક્રિય કેસ છે.  દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને માયાનગર મુંબઇમાંથી બહાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૭૪૮૬૦ કેસ નોંધાયા છે જ્યારે ૨૫૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮૭૨ કેસ નોંધાઈ ચૂક્્યા છે જેમાંથી ૨૦૮ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૩૬૪૫ કેસ નોંધાયા છે જ્યારે ૬૦૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૮૧૧૭ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૧૨૨ લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં અન્ય બિમારીઓથી પીડિત ૧૭૬ લોકોએ કોરોનાને હરાવ્યો છે.બીજી બાજુ ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, અત્યાર સુધી ૪૨ લાખ ૪૨ હજાર ૭૧૮ સેમ્પલની તપાસ કરાઈ છે. સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૩૯ હજાર ૪૮૫ સેમ્પલનું ટેસ્ટીગ થયું છે. દેશમાં સૌથી વધારે ૭૮,૮૬૦ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે જ્યાં ૨,૫૮૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં ૨૫,૮૭૨ દર્દીઓ સંક્રમિત થયા છે અને ૨૦૮ લોકોના મોત થયા છે.જયપુરની જીસ્જી હોસ્પિટલમાં હાર્ટ, કિડની, બ્લડપ્રેશ, લીવર અમે દમ-અસ્થમા જેવી ગંભીર બિમારી હોવા છતા ૧૭૬ દર્દીઓઓ કોરોનાને હરાવ્યો છે. જેમાં યુવાનો, મહિલા અને વૃદ્ધ પણ સામેલ છે. ડો.ભંડારીના જણાવ્યા પ્રમાણે અહીંયાથી સાજા થનારા ૮૭૬ દર્દીઓમાંથી ૧૭૬થી વધુ દર્દી કોવિડ સાથે ડાયાબિટીસ, હાર્ટ અને કીડની જેવી બિમારીથી પીડિત હતા. દિલ્હી-દ્ગઝ્રઇ બોર્ડર સીલ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી.

Follow Me:

Related Posts