fbpx
રાષ્ટ્રીય

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યુ,મેક શિફ્ટ હોસ્પિટલો બનાવવી પડશે

કેન્દ્ર સરકાર તરફથી ગુરૂવારનાં રોજ સુપ્રીમ કોર્ટમાં કોરોના વાયરસનાં સંકટને લઇને સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્રએ પોતાનાં સોગંદનામામાં માન્યું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. એવામાં દેશમાં મોટી સંખ્યામાં મેક-શિફ્ટ હોસ્પિટલોની સ્થાપના કરવી પડશે. કેન્દ્ર સરકાર તરફથી દાખલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે હવે દેશમાં તેજીથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. એવામાં નજીકનાં ભવિષ્યમાં વર્તમાન હોવાય કોરોના દર્દીઓ માટે અસ્થાયી મેક-શિફ્ટ હો નિર્માણ કરવાનું રહેશે. જેથી તેમની દેખભાળ કરી શકાય. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, સંકટનાં સમયમાં દેખભાળમાં જાડાયેલા સ્વાસ્થ્ય કર્મીઓની દેખભાળ કરવાની જરૂરિયાત છે. સરકાર તરફથી પૂરી નિષ્ઠાની સાથે સંરક્ષણની કોશિશો કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારતમાં કોરોના વાયરસનાં કેસ સતત તેજીથી વધી રહ્યાં છે. છેલ્લાં ૩-૪ દિવસમાં તો દરરોજ ૮ હજારથી પણ વધારે કેસ સામે આવ્યાં છે જ્યારે ગુરૂવારનાં રોજ ૯ હજારથી વધારે કેસ રિપોર્ટ થયાં છે. ગુરૂવારનાં રોજ સવાર સુધી દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસની સંખ્યા ૨.૧૭ લાખ પહોંચી ગઇ, જ્યારે મરનારાઓનાં આંકડા ૬ હજારને પાર થઇ ગયો છે.

 

Follow Me:

Related Posts