fbpx
રાષ્ટ્રીય

‘કોરોના અનલોક’ : કેસો મામલે ભારત ઇટાલીથી આગળ

ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો તેની શિખરે(પીક) પહોંચી રહ્યાં હોય અથવા તો સંક્રમણનો ખતરનાક સંભવિત ત્રીજા તબક્કો ચાલી રહ્યો હોય તેમ આજે શનિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકના સમયગાળામાં દેશમાં સતત ૪થા દિવસે ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯,૮૮૭ કેસો બહાર આવ્યાં અને આ જ સમયગાળામાં વધુ ૨૯૪ દર્દીઓના મોત થયા છે. નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરે છે કે જા આ જ પ્રમાણે કેસો વધ્યા કરશે તો સંક્રમણને રોકવા કદાજ ફરીથી લોકડાઉન અંગે સરકાર વિચારે તો નવાઇ નહીં. અલબત્ત ૪-૪ લોકડાઉન બાદ હાલમાં અનલોક-૧ ચાલી રહ્યો છે તેથી ફરીથી લોકડાઉનની કોઇ શક્યતાતા જણાતી નથી. તેમ છતાં જનહિતમાં સરકાર કોઇપણ નિર્ણય લઇ શકે છે. આંકડાઓ પર નજર નાખીએ તો ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાના ૬૧ હજાર કેસ વધ્યા છે. કેસોની સંખ્યામાં ભારત હવે ઇટાલી કરતાં પણ આગળ નિકળી ગયું છે. જા કે મૃત્યુઆંકમાં ભારત ઇટાલીથી ખૂબ જ પાછળ છે. જાકે, ઇટાલીમાં ૩૩,૭૭૪ દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો ૬૬૪૯ છે. કોરોનાને હરાવવા બે મહિનાના કડક લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટના પગલે કોરોનાનો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અને હજુ તો ૮ જૂનથી મોલ-ધાર્મિક સ્થાનો વગેરે. ખુલી રહ્યાં છે. ત્યારે તે વખતે કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૩૬,૬૫૭ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૮૮૭ નવા કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જાવા મળ્યો છે. એકતરફ કેસો વધી રહ્યાં છે તો બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો જાવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts