fbpx
રાષ્ટ્રીય

કોરોનાની કટોકટી વચ્ચે અમિત શાહની રેલી રાજકીય ખેલથી વિશેષ કશું નથી : તેજસ્વી

દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીની કટોકટી વચ્ચે બિહારમાં અમિત શાહની રૅલીનું આયોજન રાજકીય ખેલથી વિશેષ કશું ન હોવાનો આક્ષેપ કરતા રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે ભાજપને ચૂંટણીમાં વિજય સિવાય બીજા કશામાં જ રસ નથી. લોકોના જીવને ભોગે પણ ચૂંટણીમાં વિજય મેળવવામાં જ ભાજપને રસ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. બહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નીતિશકુમારના વડપણ હેઠળની સરકાર પર સ્થળાંતર કરીને આવેલા શ્રમિકો સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં આ મુખ્ય મુદ્દો હશે, એમ તેમણે કહ્યું હતું. દરમિયાન, રાજદના નેતા અને કાર્યકર્તાઓએ વાસણ ખખડાવીને અમિત શાહની રૅલી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આ રૅલીને તેમણે લાકડાઉન તેમ જ કોરોનાએ વેરેલા વિનાશની ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉજવણી લેખાવી હતી.

Follow Me:

Related Posts