fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં લોકડાઉન વધારવા માટે હાઇકોર્ટમાં દાખલ કરાઈ જનહિતની અરજી

રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના ચેપના સતત વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને ‘આપ’ સરકારને તાકીદથી લોકડાઉન લાગુ કરવા વિનંતી કરતી દિલ્હી હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. એડ્‌વોકેટ અનિર્બન મંડળ અને તેના કર્મચારી પવન કુમારે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે જૂનના અંત સુધીમાં રાષ્ટÙીય પાટનગરમાં કોરોના વાયરસના ચેપના આશરે એક લાખ કેસ સામે આવશે અને જુલાઈના મધ્યભાગમાં લગભગ ૨.૨૫ લાખ વધુ આવશે. જુલાઈના અંત સુધીમાં ૫.૫ લાખ કેસ નોંધાય તેવી સંભાવના છે. આ અરજીમાં દિલ્હી સરકારને અપીલ કરવામાં આવી છે કે તે ચેપને કાબૂમાં રાખવાની યોજનાનો ‘વિગતવાર રોડમેપ’ તૈયાર કરવા માટે ચિકિત્સકો, તબીબી નિષ્ણાતો અને મહામારીના નિષ્ણાંત સમિતિની રચના કરવા વિચારણા કરવા નિર્દેશ આપે. લોકડાઉનને લાગુ કરવા વિનંતી કરતાં અરજદારોએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ચેપના કેસોમાં વધારોનો દર અગાઉના અમલીકરણ કરતા ઓછો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટÙીય રાજધાનીમાં લોકોની અવરજવર અને જાહેર પરિવહન સેવા ફરી શરૂ કરવા, ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરાં અને હોટલ શરૂ કરવા, કોરોના વાયરસનું કારણ બને તેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવાથી વાયરસનો ચેપ ઝડપથી ફેલાયો છે. દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અરજીમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલોમાં પૂરતા પથારી, વેનટીલેટર, આઇસીયુ વોર્ડ અને પરીક્ષણ કેન્દ્રોનો અભાવ છે.

Follow Me:

Related Posts