fbpx
રાષ્ટ્રીય

નેપાળની નફ્ફટાઇ : બોર્ડરે ફાયરિંગ કરતાં ૧ ભારતીયનું મોત, બે ઘાયલ

ભારત-નેપાળમાં સરહદને લઇ ચાલી રહેલા વિવાદની વચ્ચે બિહારના સીતામઢીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે જાનકીનગર બોર્ડર પર નેપાળ શસ્ત્ર બળની તરફથી ફાયરિંગ કરાઇ છે. જેમાં ખેતરમાં કામ કરી રહેલા એક ભારતીય વ્યક્તિનું મોત થયું, તો બીજા બે લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પીટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની Âસ્થતિ ગંભીર કહેવાય છે. ઘટના બાદથી સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે.
મળતી માહિતી પ્રમાણે ફાયરિંગનો આખો મામલો નારાયણપુર અને લાલબન્દી બોર્ડર વિસ્તારનો છે. પિપરા પરસાઇન પંચાયતની જાનકી નગર બોર્ડર પર કેટલાંક લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન નેપાળના શસ્ત્ર બળ એ આ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવાનું શરૂ કરી દીધું. જેમાં જાનકીનગર ટોલે લાલબન્દીના રહેવાસી નાગેશ્વરરાયના ૨૫ વર્ષના દીકરા ડિકેશન કુમારનું મોત થયું.
નેપાળ પોલીસના ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા છે. તેમાં બિનોદ રામના દીકરા ઉમેશ રામને હાથમાં ગોળી લાગી છે. આ સિવાય સહોરબા નિવાસી બિંદેશ્વર ઠાકુરના દીકરા ઉદય ઠાકુરને પગમાં ગોળી લાગી છે. બંને ઘાયલોની ગંભીર Âસ્થતિને જાતા સારવાર માટે સીતામઢી રેફર કરાયા છે. હાલ બોર્ડર પર બંને દેશની પોલીસ તૈનાત છે. સરહદ પર તણાવની Âસ્થતિ દેખાય રહી છે. સ્થળ પર જિલ્લા વહીવટીતંત્રના કેટલાંય ઉચ્ચ અધિકારીઓ જવા માટે રવાના થઇ ગયા છે.

Follow Me:

Related Posts