fbpx
રાષ્ટ્રીય

મચ્છરોની લાળમાં જાવા મળતા પ્રોટીનમાંથી વૈશ્વિક રસીનું નિર્માણ થઇ શકે છે

લગભગ પાંચ વર્ષ પહેલાં મચ્છરોથી ભરેલા કંબોડિયાની એક ઓફિસમાં બેઠેલા જેસિકા મૈનિંગના મગજમાં એક મોટો આઇડિયા આવ્યો. જેસિકા મૈનિંગ એ વિચાર્યું કે શું કામ મલેરિયાની વેક્સીન શોધવાની જગ્યાએ મચ્છરોમાંથી પેદા થતા તમામ વિષાણુઓના જ ખાત્મા માટે એક સાથે પ્રયાસ કરવામાં કેમ ના આવે. અમેરિકાની સંક્રામક રોગ સંસ્થાનમાં કામ કરતાં ટોચના રિસર્ચકર્તા જેસિકાનું માનવું છે કે મચ્છરોની લાળમાં જાવા મળતા પ્રોટીનમાંથી એક વૈશ્વિક રસીનું નિર્માણ કરી શકે છે.
જા આ વેક્સીન બનાવામાં સફળતા મળી જાય છે તો વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરનાર તમામ રોગાણુઓથી થનાર બીમારીઓથી રક્ષા મળી શકશે. તેમાં ડેન્ગયુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝીકા, યલો ફીવર, માયરો વગેરે અન્ય બીમારીઓથી વ્યક્તિઓને બચાવી શકાશે. મૈનિંગ એ  કે આપણે વધુ રચનાત્મક પદ્ધતિ અપનાવી પડશે. આ વૈક્સીન પવિત્ર પ્યાલાની જેવી જ હશે જેથી કેટલીય બીમારીઓથી બચી શકાશે.
પ્રખ્યાત મેગેઝીન લાંસેટમાં જેસિકા અને તેના સહયોગીનો રિસર્ચ છપાયો છે. તેમાં મચ્છરના થૂંકથી બનેલી વેક્સીનની પહેલાં ક્લીનિકલ ટ્રાયલના પરિણામ અંગે  છે. આ ટ્રાયલમાં એ ખબર પડી છે કે મચ્છરના લાળમાંથી બનેલી વેક્સીન છર્હpરીઙ્મીજ સુરક્ષિત છે અને તેનાથી એન્ટીબોડી બને છે અને કોશિકાઓનો રિસપોન્સ વધે છે. એક રિસર્ચકર્તા માઇકલ મૈકક્રૈકનનું કહેવું છે કે પ્રારંભિક પરિણામ ‘બુનિયાદી’ છે.
મૈકક્રૈકને  કે આ મોટી ઉપલપૂર્ણ સફળતા છે. મચ્છર ધરતી પર સૌથી ખતરનાક છે. માત્ર મેલેરિયાથી જ દર વર્ષે ૪ લાખ લોકોના મોત થાય છે. તેમાં સૌથી વધુ મોત ગરીબ દેશોમાં જ થાય છે જ્યાં વેક્સીનની શોધ માટે કામ થતું નથી અને પૈસા પણ મળતા નથી. ગ્લોબલ વો‹મગના લીધે આ મચ્છર હવે વધુ દેશોમાં પોતાની પહોંચી બનાવી રહ્યા છે.

Follow Me:

Related Posts