fbpx
રાષ્ટ્રીય

શોપિયાંમાં સેનાએ હિઝબુલના ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકીને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના તુરકાવનગામ વિસ્તારમાં થયેલી અથડામણમાં સેનાએ ૩ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. એન્કાઉન્ટરમાં હિઝબુલનો ટોપ કમાન્ડર પણ ઠાર થયો છે. આ સાથે સુરક્ષા દળોએ સરપંચ અજય પંડિતાની હત્યાનો બદલો લીધો છે. સુરક્ષા બળોએ પહેલા આતંકવાદીઓને કોર્ડન કર્યા અને પછી તેમને ઠાર માર્યા હતા. સેનાએ છેલ્લા એક મહિનામાં ૩૦ આતંકવાદી ઠાર માર્યા છે. શોપિયાંમાં ૧૦ દિવસમાં ૧૭ આતંકવાદી માર્યા ગયા.
ભારતીય સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટીમ, સેના અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજુ સુધી આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી.
જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવાઈ  છે. અગાઉ પુલવામા અને કુલગામમાં સેનાએ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા ઘટી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા આ જાણકારી આપી કે સુરક્ષા બળોએ પેર્લિથી લઇ મે સુધી આતંકવાદીઓનો સફાયો કરવાનું મોટું કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે જૂન મહિનાના પહેલા ૧૫ દિવસમાં ૨૭ આતંકવાદીઓને ઠાર મારવામાં આ્યા છે. ડીજીપીએ  કે આ આતંકવાદીઓએ હથિયાર અને ગોળા બારૂદની કમીન સામનો કરવો પડી રહ્યો છે, જા કે પાકિસ્તાન એજન્સી ઉગ્રવાદી સંગઠનો સુધી હથિયારો પહોંચાડવાનું પૂરજાશથી કામ કરી રહી છે.

Follow Me:

Related Posts