fbpx
રાષ્ટ્રીય

ચીન કોરોના મહામારીનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છેઃ અમેરિકા

અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે જણાવ્યું છે કે, ભારતીય સીમા સહિત અનેક મામલે ચીનની હરકતો પરથી એવું લાગે છે કે ચીન એક નાપાક ષડયંત્ર ઘડી  છે. તેમના મતે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને લઈને ચીન વિશ્વનું ધ્યાન ભટકાવી  છે અને તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે. અમેરિકાના પૂર્વ એશિયા અને પ્રશાંત મામલાના સહાયક વિદેશ મંત્રી ડેવિડ સ્ટીલવેલે આ વાત કરી છે.
અમેરિકના સહાયક વિદેશ મંત્રી સ્ટીલવેલે જણાવ્યું છે કે, અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ભારત-ચીનની સ્થિતિ પર નજર રાખી રહી છે. સ્ટીલવેલે કોન્ફરન્સ કોલ દ્વારા પત્રકારોને જણાવ્યું કે, ચીનની ભારત પર કરાયેલી કાર્યવાહી તેની ડોકલામ સહિત ભારતીય સીમા પર પહેલાની કેટલીક ગતિવિધિઓની જેમ જ છે.
સ્ટીલવેલે જણાવ્યું કે, એવું લાગી  છે કે, હાલ દુનિયાનું ધ્યાન લોકોના જીવ બચાવવા પર છે. ચીન આવા સમયનો ફાયદો ઉઠાવવાના એક તક તરીકે જાઈ  છે. તેમણે જણાવ્યું કે, અમે ભારત-ચીન સીમા વિવાદ પર નજર રાખી રહ્યા છે.

Follow Me:

Related Posts