fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનનું કાવતરુ નિષ્ફળઃ બીએસએફએ હથિયારોથી સજ્જ ડ્રોન તોડી પાડ્યુ

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરાષ્ટÙીય સરહદ નજીક ભારતીય વિસ્તારની અંદર ઉડી રહેલું પાકિસ્તાનના જાસૂસી ડ્રોનને બોર્ડર સિક્્યોરિટી ફોર્સ (બીએસએફ)એ તોડી પાડ્યું છે. શનિવારે સવારે પાક.નું જાસૂસી ડ્રોન ભારતની હદમાં ૨૫૦ મીટર અંદર ઉડતું હોવાનું જણાતા બીએસએફએ તેને તોડી પાડ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનના તોડી પડાયેલા ડ્રોનનો ઉપયોગ હથિયારો મોકલવા પણ થતો હતો. ડ્રોન સાથે એક રાઈફલ તેમજ ગ્રેનેડ પણ મળ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જમ્મુ ક્ષેત્રમાં આ સૌપ્રથમ ઘટના છે કે જેમાં જાસૂસી ડ્રોન વડા હથિયારો અને વિસ્ફોટકો લઈ જવામાં આવતા હોય.
અધિકારીના જણાવ્યા મુજબ આંતરાષ્ટÙીય બોર્ડર નજીક બીએસએફ પાર્ટી પેટ્રોલિંગ પર હતી ત્યારે રઠુઆ ગામ પાસેની પાનસર બોર્ડર આઉટ પોસ્ટ નજીક સવારે ૫.૧૦ કલાકે ૮ટ૮ (બ્લેડ ટુ બ્લેડ)નું એક ડ્રોન હવામાં ઉડતું જાવા મળ્યું હતું. બીએસએફના જવાનોએ નવ રાઉન્ડ ફાયરિંગ કરીને ભારતની હદમાં ૨૫૦ મીટર અંદર ડ્રોનને તોડી પાડ્યું હતું.
ડ્રોનમાં રાઈફલ, બે મેગ્ઝીન, ૬૦ રાઉન્ડ અને સાત ગ્રેનેડ જેટલા હથિયારો અને વિસ્ફોટકો લોડ કરાયેલા હતા. આ ડ્રોન પાકિસ્તાનના એજન્ટને મોકલવામાં આવ્યું હોવાની આશંકા છે. ડ્રોન અલિ ભાઈ નામના શખ્સને મોકલાયું હોવાની આશંકા છે કારણ કે તેના પર આ નામ લખ્યું હતું. સૂત્રોના મતે પાનસર બોર્ડર આઉટ પોસ્ટની સામે જ સરહદને પાર આવેલી ફોર્વર્ડ પોસ્ટ પરથી પાકિસ્તાની રેન્જર્સ આ ડ્રોનનું સંચાલન કરી રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સવારે ૮.૫૦ કલાકે પાકિસ્તાની રેન્જર્સે હિરાનગર સેક્ટરમાં બાબિયા પોસ્ટ પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જા કે આંતરાષ્ટÙીય સરહદની સુરક્ષા કરી રહેલા બીએસેફ દ્વારા વળતો કોઈ જવાબ અપાયો નહતો. આ સમગ્ર ઘટના પર જવાનો અને અધિકારીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.

Follow Me:

Related Posts