fbpx
રાષ્ટ્રીય

ભ્રામક પ્રચાર મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકેઃ મનમોહનસિંહ

ભારત-ચીન વચ્ચેના લોહિયાળ ઘર્ષણમાં શહિદ થયેલા દેશના ૨૦ સૈનિકોના મામલે મોદી સરકાર પર છેલ્લાં ૫ દિવસથી સતત પ્રહાર કરનાર કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી બાદ હવે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ પણ મોદી સરકારને ઘેરવા મેદાનમાં ઉતર્યા છે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સતત ૧૦ વર્ષ યુપીએની સરકાર ચલાવનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવી વણમાંગી સલાહ આપી છે કે મામલો જ્યારે દેશની સુરક્ષા, વ્યૂહાત્મક સૈન્ય રણનીતિ અને દેશની સરહદોનો મુદ્દો હોય ત્યારે મોદીએ સમજી વિચારીને બોલવુ જાઇએ. વડાપ્રધાને એ બાબતે ખૂબ જ સાવધાની રાખવી પડે કે આ મામલાઓમાં તેમના નિવેદનની કેવી અસરો થશે. નોંધનીય છે કે લદાખમાં ચીન સાથેની અથડામણના મુદ્દ્‌ મોદીએ સર્વપક્ષિય બેઠકમાં એવું નિવેદન કર્યું હતું કે ચીને ભારતમાં કોઇ ઘૂસણખોરી કરી નથી અને આપણી કોઇ ચોકી કબ્જે કરી નથી. તેમના નિવેદનના પગલે સંરક્ષણમંત્રી, સેનાના નિવેદનો અને બનેલી ઘટનાને લઇને વિરોધાભાસ સર્જાયો હતો. અને રાહુલે મોદી સરકાર પર સતત રાજકિય પ્રહારો કરીને જવાબો માંગ્યા હતા.
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જાઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટÙએ એકજૂથ થવાનો છે અને આપણે સંગઠિત થઈને આ દુસાહસનો જવાબ આપવો જાઈએ.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, ‘૧૫-૧૬ જૂનના રોજ ગાલવાન ઘાટીમાં ભારતના ૨૦ જવાનોએ સર્વોચ્ય કુરબાની આપી. દેશના આ સપુતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ય ત્યાગ માટે આપણે આ સાહસી સૈનિકો અને તેમના પરિવારના કૃતજ્ઞ છીએ પરંતુ આ બલિદાન વ્યર્થ ન જવું જાઈએ.’
મનમોહન સિંહે જણાવ્યું કે, આપણે ઈતિહાસના નાજુક વળાંકે ઉભા છીએ. આપણી સરકારના નિર્ણયો અને સરકારના પગલા ભવિષ્યની પેઢી આપણી આકારણી કેવી રીતે કરશે તે નક્કી કરશે. દેશનું નેતૃત્વ કરનારા લોકોના ખંભા પર કર્તવ્યની ગંભીર જવાબદારી છે. આપણા પ્રજાતંત્રમાં આ જવાબદારી વડાપ્રધાનની છે.
પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે, ‘વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને દુન્યવી તથા ભૂપ્રદેશના હિતો પર પડતા પ્રભાવ પ્રત્યે હંમેશા ખૂબ જ સાવધાન રહેવું જાઈએ. ચીને એપ્રિલથી લઈને આજ સુધી ગાલવાન ઘાટી અને પૈંગોંગ ત્સો લેક વિસ્તારમાં અનેક વખત બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી છે.’
ચીનની ઘૂસણખોરી મુદ્દે મનમોહન સિંહે  કે, ‘આપણે તેમની ધમકીઓના દબાણ સામે નમવાના નથી અને આપણા ભૂપ્રદેશની અખંડિતતા સાથે કોઈ સમજૂતી નહીં સ્વીકારીએ. વડાપ્રધાને પોતાના નિવેદનો વડે તેમના (ચીનના) કાવતરાને બળ ન આપવું જાઈએ અને સરકારના તમામ અંગો આ જાખમનો સામનો કરવા અને ર બનતી અટકાવવા પરસ્પર સહમતિથી કામ કરે તે સુનિશ્ચિત કરવું જાઈએ.’
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટÙએ એકજૂથ થવાનો છે અને સંગઠિત થઈને દુસાહસનો જવાબ આપવાનો છે. અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે ભ્રામક પ્રચાર કદી પણ મુત્સદ્દીગીરી અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ નહીં બની શકે. પોતાના સહયોગીઓ દ્વારા પ્રચારિત જુઠાણાના આડંબર વડે સત્યને દબાવી નહીં શકાય.

Follow Me:

Related Posts