fbpx
રાષ્ટ્રીય

સિપ્લા કંપનીએ વાયરસ સામે લડવા માટે રેમડેસિવિર દવાનું જેનરિક વર્ઝન રજૂ કર્યુ

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે વધુ એક રાહતની ખબર આવી છે. વધતા કેસ વચ્ચે સિપ્લા (ઝ્રૈpઙ્મટ્ઠ) કંપનીએ વાયરસ સામે લડવા માટે રેમડેસિવીર દવાનું જેનરિક વર્ઝન રજૂ કર્યું છે.
સિપ્લાએ આ દવાને સિપ્રમી નામથી લોન્ચ કરી છે. સિપ્રમીને યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનએ કોરોનાના દર્દીઓને ઈમરજન્સી સ્થિતિમાં આપવાની મંજૂરી આપી છે. દવાની કિંમતને લઈને હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી. સિપ્લાને ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડીયા દ્વારા રેમડેસિવીર દવા જેનરિક વર્ઝન લાવવાની પણ મંજૂરી આપી છે. કોરોના વાયરસના ગંભીર દર્દીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરી શકાય છે.
યુએસએફડીએએ ઈમરજન્સી યુઝ ઓથોરાઈઝેશન હેઠળ હાલમાં જ ગિલયડ સાયન્સની દવા રેમડેસિવીરને કોરોના વાયરસના ઈલાજ માટે મંજૂરી આપી હતી. જે બાદ મે મહિનામાં ગિલિયડ સાયન્સે સિપ્લાને દવાના નિર્માણ અને વેચાણની મંજૂરી આપી હતી. હવે સિપ્લા દ્વારા મેનેજમેન્ટ પ્લાન હેઠળ સિપ્રમી દવાના ઉપયોગ માટે ટ્રેનિગ આપવામાં આવશે. જ્યારે દર્દીઓ તરફથી એક સહમતી ફોર્મ પણ ભરાવવામાં આવશે. સાથે જ પોસ્ટ માર્કેટ સર્વિલન્સ સિવાય સિપ્લા દર્દીઓ પર સિપ્રસીના ચોથા તબક્કામાં યલ પણ કરશે.

Follow Me:

Related Posts