fbpx
રાષ્ટ્રીય

પતંજલિએ કોરોનાની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’ કરી લોન્ચ

યોગગુરુ બાબા રામદેવની સંસ્થાન પતંજલિએ આજે કોરોના વાયરસની આયુર્વેદિક દવા ‘કોરોનિલ’નું સાઇંટિફિક ડિટેલ સાથે લોન્ચિગ કર્યું છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ, કોરોનાની સારવાર માટે કારગર સાબિત થશે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૯૩૩ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૩,૧૨ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાબા રામદેવે  કે આ દવાના મેન્યુફેક્ચરિંગમાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી-ઉકાળો સહિત કેટલીક વસ્તુઓનું મિશ્રણ છે.
રિપોર્ટ પ્રમાણે બાબા રામદેવે  કે,‘અમારી દવાનો ૧૦૦ ટકા રિકવરી રેટ છે અને ડેથ રેટ શૂન્ય છે. ભલે લોકો હાલ અમારા આ દાવા પર સવાલ ઉભા કરી રહ્યાં છે પરંતુ અમારી પાસે દરેક સવાલનો જવાબ છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.’ આ પહેલા પતંજલિના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણે કે,‘ પતંજલિના બધા વૈજ્ઞાનિક, એનઆઇએમએસ યુનિવર્સિટીના ડોક્ટર અને દરેક ડોક્ટરોને શુભેચ્છાઓ. જેમના પ્રયાસો હવે સાકાર થઈ રહ્યા છે.’
રિપોર્ટ મુજબ બાબા રામદેવે  કે આજે એલોપૈથિક સિસ્ટમ મેડિસનને લીડ કરી રહ્યા છે. અમે કોરોનિલ બનાવી છે. જેમાં અમે ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી કરી, ૧૦૦ લોકો પર આનો ટેસ્ટ કર્યો. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દી પોઝિટિવથી નેગેટિવ થયા છે. જ્યારે, આ દવાથી ૭ દિવસમાં ૧૦૦ ટકા દર્દીઓ સાજા થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનિલ કિટની કિંમત લગભગ ૬૦૦ રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે.
પ્રેસ કોન્ફરન્સમાં યોગગુરુ રામદેવે  કે આ દવાને બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી- ઉકાળો સહિત કેટલીક અન્ય વસ્તુઓ સહિત ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રામદેવે  કે આયુર્વેદથી બનેલી આ દવા આગામી સાત દિવસોમાં પતંજલિના સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ સિવાય સોમવારે એક એપનું લોન્ચિગ કરવામાં આવશે. જેની મદદથી ઘરે આ દવા પહોંચાડવામાં આવશે. દવાનું નિર્માણ દિવ્ય ફાર્મેસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર દ્વારા કરવામાં આવી  છે.

Follow Me:

Related Posts