fbpx
રાષ્ટ્રીય

મોદી હૈ તો મુમકિન હૈઃ સતત ૧૭મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળવાની આશા જાવા મળી રહી છે. પહેલીવાર જ્યારે માર્કેટિંગ કંપનીઓએ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ફરી એકવાર ઓઇલ માર્કેટિંગ કંપનીએ ભાવમાં વધારો કર્યો છે.
પેટ્રોલની કિંમતમાં ૦.૨૦ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં ૦.૫૫ રૂપિયાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવ ૭૯.૪૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ ગત ૧૫ દિવસથી ક્રૂડ ઓઇલની કિંમત ૩૫-૪૦ ડોલર પ્રતિ બેરલ વચ્ચે છે. તો બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધતી જાવા મળી રહી છે.
જાણકારોનું કહેવું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગત ૧૭ દિવસમાં પેટ્રોલની કિંમતમાં લગભગ ૮.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. તો બીજી તરફ ડીઝલ ગત ૧૭ દિવસમાં ૯.૭૭ રૂપિયા મોંઘું થયું છે.

Follow Me:

Related Posts