fbpx
રાષ્ટ્રીય

કેબિનેટનો મોટો નિર્ણય : ૧,૫૪૦ સહકારી બેન્કો : હેઠળ આવશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે અંતરીક્ષ વિજ્ઞાન અને બેંક્સ મામલે મોટા સુધારાના વટહુકમને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. હવેથી સરકારી બેંક (અર્બન કો ઓપરેટિવ બેંક હોય કે પછી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ બેંક) રિઝર્વ બેંકના સુપરવિઝન પાવરમાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ૧,૪૮૨ શહેરી સહકારી બેંક અને ૫૮ બહુ રાજ્ય સહકારી બેંક સહિતની સરકારી બેંક્સ હવે ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં)ના સુપરવિઝન અંતર્ગત લવાઈ રહી છે. આરબીઆઈની શÂક્તઓ જેમ અનુસૂચિત બેંક પર લાગુ થાય છે તેમ જ સહકારી બેંક પર પણ લાગુ થશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ૧૫૪૦ સહકારી બેંકને આરબીઆઈના સુપરવિઝનમાં લાવવાથી અનેક ખાતાધારકોને ફાયદો મળશે. આ બેંકોના ૮.૬ કરોડથી પણ વધારે થાપણદારોને આશ્વાસન અપાશે કે આ બેંકોમાં જમા ૪.૮૪ લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાયા છે. અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારે મોટા સુધારા કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરીક્ષમાં સારો વિકાસ કર્યો છે અને હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યા છે. તે સિવાય કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટÙીય વિમાની મથક ઘોષિત કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે  કે કેન્દ્રીય કેબિનેટે અન્ય પછાત વર્ગોમાં પેટા વર્ગીકરણના મુદ્દાની તપાસ માટે બનાવવામાં આવેલા પંચના કાર્યકાળના વધારાને અને છ મહિના સુધી એટલે કે ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ને મંજૂરી આપી દીધી છે.
પશુધન માટે ૧૫ હજાર કરોડની યોજના
જાવડેકરે  કે, પશુધનને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુધન વિકાસ માટે ૧૫ હજાર કરોજ રૂપિયાનો આ કાર્યક્રમ પહેલીવાર સૌ માટે ખુલી રહ્યો છે. તેની સાથે દૂધ ઉત્પાદન વધશે, નિકાસ વઘશે અને લોકોને રોજગાર મળશે.
મ્યાનમારમાં ગેસ ઉત્પાદન
આપણા પાડોશી દેશ મ્યાનમારે વધુ બે ગેસ બ્લોકમાં ૯૦૯ કરોડ રૂપિયાના રોકાણ અંગે વિચાર કર્યો છે. નવા બે બ્લોક એ૧, એ૩ છે. આ બ્લોકમાં ગેસની શોધ થશે અને ગેસ મળશે તેનું ઉત્દાન થશે. ગેસ તો નક્કી છે, ઉત્પાદન શરૂ કરવા માટે ૯૦૯ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ મોદીજીના લુક ઈસ્ટ નીતિનું ઉદાહરણ છે.

Follow Me:

Related Posts