fbpx
રાષ્ટ્રીય

કોરોના મહામારીઃ CBSE ની ધો.૧૦-૧૨ની જુલાઇમાં યોજાનાર પરીક્ષા રદ્દ

સીબીએસઇ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા રદ્દ કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . મહારાષ્ટÙ, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા કરાવવાની ના પાડતા એફિડેવિડ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ  કે, ધોરણ ૧૦ અને ૧૨ની ૧થી ૧૫ જુલાઈ સુધી યોજાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે સીબીએસઈએ ધોરણ ૧૦ની પરીક્ષા સંપૂર્ણ રીતે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સીબીએસઈ ધોરણ ૧૨ પરીક્ષાઓ હવે વૈકલ્પિક હશે. સુપ્રીમ કાર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બાર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે હવે કયા આધાર પર વિદ્યાર્થીઓનાં અંક આપવામાં આવશે અને રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. સીબીએસઈ અને કેધન વિકાસ મંત્રાલયની સાથે બેઠકમાં બાર્ડનાં અધિકારીઓએ  હતુ કે ૧૦માં ધોરણનાં ઇન્ટરનલ એસેસમેન્ટનાં આધારે રિઝલ્ટ તૈયાર કરવું સરળ છે.
જા કે ૧૨ ધોરણનાં મામલે આ પ્રકારનું રિઝલ્ટ તૈયાર કરવામાં મુશ્કેલી આવશે. કેમકે ૧૨માં ધોરણનાં આધારે આઈઆઈટી, મેડિકલ સહિત અનેક ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન મળે છે. સ્કૂલનાં એસેસમેન્ટમાં અનેક હોનહાર વિદ્યાર્થી પણ પાછળ રહી શકે છે. આ કારણે બાર્ડે સુપ્રીમ કાર્ટને જણાવ્યું કે ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને ૨ વિકલ્પ આપવામાં આવે. તેમને સ્કૂલમાં થયેલી ૩ પરીક્ષાઓમાં તેમના પરફોર્મન્સનાં આધારે અંક આપવામાં આવે.
આ ઉપરાંત તેમને કેટલાક મહિના બાદ થનારી ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો પણ વિકલ્પ પણ આપવામાં આવે. વિદ્યાર્થી ઇચ્છે તો ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપીને પોતાનો સ્કોર સારો કરી શકશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ચાલી રહેલી પરીક્ષાઓ કોરોના મહામારીનાં કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સીબીએસઈએ ૧ જુલાઈથી લઇને ૧૫ જુલાઈ સુધી પરીક્ષાઓ કરાવવાની વાત કહી હતી.
આઇસીએસઇએ કÌšં કે તે પણ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓને રદ્દ કરશે. અસેસમેન્ટ અંતર્ગત પરિણામો જાહેર કરવામાં આવશે. જા પરિ થાય છે, તો ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે કે નહીં, તે પછીથી નક્કી કરવામાં આવશે.

 

Follow Me:

Related Posts