fbpx
રાષ્ટ્રીય

સરકારે કોરોના સારવાર માટે સસ્તી દવા ડેક્સામેથાસોનના ઉપયોગને મંજૂરી આપી

સરકારે કોરોનાની સારવાર માટે સસ્તી સ્ટેરોઇડ દવા ડેક્સામેથાસોનનાં ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ દવા મિથાઇલપ્રેડનિસોલોનનાં વિકલ્પનું કામ કરશે અને આનો માડરેટ તથા ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનાં દર્દીઓની સારવાર માટે એક સંશોધિત પ્રોટોકાલ જાહેર કર્યો છે. આ કોરોનાનાં દર્દીઓની સારવાર કરી રહેલા ડાક્ટરો માટે છે. આ મહિને મંત્રાલયે કોરોનાનાં લક્ષણોની યાદીને સંશોધિત કરી હતી. ગંધ અને સ્વાદ ના અનુભવવાને પણ કોરોનાનાં લક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા હતા. ડેક્સામેથાસોનનો ઉપયોગ સંધિવા જેવી બીમારીઓમાં બળતરા ઓછી કરવા માટે કરવામાં આવે છે.
આનો ઉપયોગ કોરોનાનાં એ દર્દીઓમાં કરવામાં આવશે જે આૅર્ટ પર છે અને જેમને ઘણી વધારે બળતરા થઈ રહી હોય. આ દવા ૬૦ વર્ષથી પણ વધારે વર્ષોથી બજારમાં છે. તાજેતરમાં જ યૂનિવર્સિટી આૅફ આૅક્સફર્ડનાં રિસર્ચર્સની એક ટીમે કોરોના સંક્રમણથી ઝઝુમી રહેલા ૨૦૦૦થી વધારે દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કર્યો હતો. આનાથી વેÂન્ટલેટર પર સારવાર કરાવી રહેલા દર્દીઓમાં ૩૫ ટકા ઓછા મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ દવાનો ઉપયોગ ગંભીર દર્દીઓમાં ડાક્ટરોની દેખરેખમાં જ થવો જાઇએ.

Follow Me:

Related Posts