fbpx
રાષ્ટ્રીય

આતંકના બીજ વાવે તો આતંકનો જ પાક થાય…!

પાકિસ્તાનના કરાચી Âસ્થત સ્ટોક એક્સચેન્જમાં આજે થયેલા આતંકી હુમલાએ તે દેશની રાજધાની ઇસ્લામાબાદને હચમચાવી દીધી છે. દેશની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં આ હુમલાએ પાકિસ્તાનને પાઠ ભણાવી દીધો કે તેના પોષિત આતંકી તેના માટે ભસ્માસુર બની રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકી ઓસામા બિન લાદેનને ‘શહીદ’ કહી ચૂકયા છે. પોતાની જમીનનો ઉપયોગ ભારત સહિત બીજા દેશો માટે આતંકી ગતિવિધિઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપનાર ઇસ્લામાબાદ આજે ખુદ લોહીલૂહાણ છે. કરાચી હુમલામાં ૫ લોકોના મોત થયા છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનના આંતકી ગ્રૂપ તેના પર જ ભારે પડી રહ્યા છે.

 

Follow Me:

Related Posts