fbpx
રાષ્ટ્રીય

અમે ચીનને તો શું કોઈ પણ દેશને ભારતીયોની માહિતી નથી આપી

મોદી સરકારે દેશમાં ટિકટોક સહિત ૫૯ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે રક્ષા, સુરક્ષા અને પ્રાઇવસીનો ખતરો બતાવતા આ નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ ટિકટોકની તરફથી સ્પષ્ટતા કરાઇ છે. તેણે  કે કોઇપણ યુઝરની માહિતી બીજા દેશ અને એટલે સુધી કે ચીનને પણ અપાઇ નથી.
ટિકટોકે લખ્યું કે સરકારના આદેસનું પાલન કરી રહ્યા છે પરંતુ તેમની તરફથી કોઇપણ ભારતીય યુઝરની માહિતી કોઇપણ દેશની સાથે શેર કરાઇ નથી. એટલે સુધી કે ચીન સાથે પણ નહીં.
ટિકટોકની તરફથી  છે કે સરકારની તરફથી તેમણે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. ટિકટોક કે ભારત સરકારે ૫૯ એપ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ટિકટોક પણ સામેલ છે.અમે આ આદેશનું પાલન કરવાની પ્રક્રિયામાં છીએ. અમને સરકારના સંબંધિત વિભાગોની તરફથી બોલાવ્યા હતા અને સ્પષ્ટતા કરવાની તક પણ આપી હતી. નિખિલ ગાંધીએ એમ પણ  કે અમે યુઝરની પ્રાઇવસી અને ઇંટીગ્રેટીને સૌથી ઉપર રાખીએ છીએ. જા કે સરકારનો દાવો તેનાથી અલગ અને ખૂબ ગંભીર છે.
કેન્દ્ર સરકારે ૨૯ જૂનના રોજ પોતાના નિર્ણયની માહિતી આપતા  કે આ એપનો ખોટી રીતે ઉપયોગ થયાની માહિતી અમને મળી રહી હતી. યુઝર્સનો ડેટા ભારતની બહાર બીજા દેશોમાં ટ્રાન્સફર કરાઇ રહ્યો છે. આથી દેશની સુરક્ષા, સંપ્રભુતા, અખંડતા અને લોકોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખતા ૫૯ એપ પર પ્રતિબંધ મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે.

Follow Me:

Related Posts