fbpx
રાષ્ટ્રીય

કમલનાથે ભાજપના બે નેતાઓને નોટિસ મોકલી કાનૂની કાર્યવાહીની આપી ચેતવણી

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. કમલનાથે આ બંને નેતાઓને માફી માગવાનું  છે, આવું ન કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.કમલનાથે મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા અને  ઉપાધ્યક્ષ પ્રભાત ઝાને કાનૂની નોટિસ મોકલી છે. આ બંને નેતાઓએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે, કમલનાથે કેન્દ્રીય પ્રધાનના પદ રહીને આયાત કરમાં ઘટાડો કરી ચીની કંપનીઓને ફાયદો કરાવ્યો હતો.આ અંગે કમલનાથના વકીલે જાણકારી આપી કે, સમગ્ર મામલાને લઈ કમલનાથે વતી બંને ભાજપી નેતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.

Follow Me:

Related Posts