fbpx
રાષ્ટ્રીય

કેસો વધતાં મહારાષ્ટ સરકાર દ્વારા નવી મુંબઇમાં ફરી લોકડાઉન લગાવવાનો નિર્ણય

વૈશ્વિક ચેપી રોગ કોરોના વાયરસ ના સતત નવા કેસ સામે આવી રહ્યા છે. જે જાતા મહારાષ્ટ સરકારે નવી મુંબઇમાં ફરી એક વાર લોકડાઉન લગાવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે રાતે ૧૨ વાગ્યાથી ૧૦ દિવસ માટે લોકડાઉન લાગુ થશે. આ દરમિયાન ખાલી જરૂરી સેવાઓ અને તેનાથી જાડાયેલી કંપની કે દુકાનો જ ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં નવી મુંબઇમાં ૬ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
નવી મુંબઇ મહારાષ્ટના થાણા જિલ્લામાં કોરોનાના કેસ ગત બે સપ્તાહમાં લગભગ ડબલ થયા છે. જિલ્લામાં મેથી અત્યાર સુધીમાં સંક્રમણના કેસમાં વધારો થયો છે. થાણે જિલ્લામાં મે સુધી કોરોના વાયરસ સંક્રમણ માત્ર ૧,૦૧૧ કેસ હતા જેની સંખ્યા અત્યાર સુધી ૩૩ હજારથી વધુ થઇ ગઇ છે. ગત ૧૫ દિવસમાં જિલ્લામાં સંક્રમણના ૧૭,૦૦૮થી વધીને ૩૩,૩૨૪ થઇ ગયા છે. અને મેમાં અત્યાર સુધી કોવિડ ૧૯થી મોતની સંખ્યા વધીને ૨૯ થી વધીને ૧,૦૬૪ થઇ ગઇ છે.

Follow Me:

Related Posts