fbpx
રાષ્ટ્રીય

નવી આશાઃ ભારતમાં ૧૫ ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે કોરોનાની રસી  COVAXIN

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. આગામી ૧૫મી ઓગષ્ટના રોજ કોરોનાની વેક્સન ‘કોવેક્સન’ લોન્ચ થઈ શકે છે. ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક દ્વારા આ વેક્સન તૈયાર કરવામાં આવી છે અને ભારત બાયોટેક-આઈસીએમઆર દ્વારા વેક્સન લોન્ચ કરવામાં આવે તેવી છે.
આ વેક્સનને તાજેતરમાં જ  ટ્રાયલની મંજૂરી મળી છે અને આઈસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવેલા લેટર પ્રમાણે આગામી ૭મી જુલાઈથી મન ટ્રાયલ માટેનું એનરોલમેન્ટ શરૂ થઈ જશે. ત્યાર બાદ જા તમામ ટ્રાયલ યોગ્ય રહેશે તો આશા છે કે ૧૫મી ઓગષ્ટ સુધીમાં કોવેક્સન લોન્ચ કરી દેવામાં આવે. આ સાથે જ સૌથી પહેલા ભારત બાયોટેકની વેક્સન બજારમાં આવી શકે છે.
આઈસીએમઆર અને તમામ સ્ટેકહોલ્ડર (જેમાં એમ્સના ડોક્ટર્સ પણ સામેલ છે) દ્વારા આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે જા ટ્રાયલના તમામ તબક્કા સફળ રહેશે તો ૧૫મી ઓગષ્ટ સુધીમાં કોરોનાની વેક્સન ‘કોવેક્સન’ બજારમાં આવી શકે છે. હાલ આઈસીએમઆર દ્વારા આ અનુમાન લગાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેકે ‘કોવેક્સન’ને ફેઝ-૧ અને ફેઝ-૨ના ન ટ્રાયલ માટે ડીસીજીઆઈનું ગ્રીન સિગ્નલ મળી ગયું હોવાનો દાવો કર્યો હતો. કંપનીએ જુલાઈ મહીનાના પહેલા સપ્તાહમાં જ ટ્રાયલનું કામ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું અને ભારત બાયોટેક વેક્સન બનાવવા મામલે એક અનુભવી કંપની છે.
ભારત બાયોટેક કંપનીએ પોલિયો, રેબીજ (હડકવા), રોટાવાયરસ, જાપાની ઈનસેફ્લાઈટિસ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ માટે પણ વેક્સન બનાવેલી છે. આગામી ૭મી જુલાઈથી  ટ્રાયલ માટેનું એનરોલમેન્ટ શરૂ થઈ શકે છે. ત્યાર બાદ તબક્કાવાર ટ્રાયલ કરવામાં આવશે અને આગામી ટ્રાયલ સફળ થશે તો ૧૫મી ઓગષ્ટના રોજ વેક્સન લોન્ચ કરી દેવામાં આવશે.

Follow Me:

Related Posts