fbpx
રાષ્ટ્રીય

ઈંદિરાજી લેહ ગયા તો પાક બે ભાગમાં વહેંચાયું, જોઈએ મોદી શું કરશે ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ પર હવે રાજનીતિ ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ હવે ઈંદિરા ગાંધીના લેહ પ્રવાસનો ફોટો શેર કરીને લખ્યું છે કે જાઈએ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે શું કરે છે. બતાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ચીનને સંદેશો આપવાના રૂપમાં મનાય છે.શેર કરેલા આ ફોટોમાં ઈંદિરા ગાંધી સેના જવાનોને સંબોધિત કરતા નજરે આવી રહ્યા છે. ફોટા સાથે મનિષતિવારીએ લખ્યું, જ્યારે તેઓ ( ઈંદિરા ગાંધી ) લેહ ગયા હતા તો પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું. જાઈએ છે તેઓ ( મોદી ) શું કરે છે ? ઇંદિરાનો આ ફોટો ૧૯૭૧ના યુદ્ધ પહેલાનો છે. જેમાં તેઓએ લેહમાં સૈનિકોને સંબોધિત કર્યા હતા.

Follow Me:

Related Posts