fbpx
રાષ્ટ્રીય

વિશ્વ સામે રહેલા વર્તમાન પડકારોનો ઉકેલ બુદ્ધના આદર્શોમાં છેઃ મોદી

સાંસ્કૃતિક મંત્રાલય અને  બૌદ્ધ પરિસંઘના અનુક્રમે ધર્મ ચક્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે જ એટલે કે અષાઢ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધે પોતાના પ્રથમ પાંચ શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. આ દિવસે સમગ્ર દુનિયામાં બૌદ્ધ ધર્માનુયાયીઓ ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવે છે. હિંદુ ધર્માં પણ આજનો દિવસ ગુરુ પ્રત્યે સમ્માન વ્યક્ત કરવાનો હોય છે જેથી તેને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.
રાષ્ટપતિ રામનાથ કોવિંદે સવારે ૯ વાગ્યે રાષ્ટપતિ ભવનમં ધર્મ ચક્ર દિવસનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ વડાપ્રધાન મોદીએ વીડિયો સંદેશ દ્વારા આ સમ્મેલન અને દેશવાસીઓને સંબોધિત કરતા કે બૌદ્ધ ધર્મ લોકોને પ્રત્યેક વ્યક્ત અને પ્રકૃતિની દરેક વસ્તુ પ્રત્યે આદરભાવ શીખવે છે. લોકો માટે આદર, ગરિબો માટે આદર, મહિલાઓ માટે આદર, શાંતિ અને અહિંસા પ્રત્યે આદર આ કારણે જ બુદ્ધ દ્વારા આપવામાં આવેલ ઉપદેશ આજે પણ પ્રાસંગિક છે.
પીએમ મોદીએ ઉમેર્યું કે ગૌતમ બુદ્ધે સારનાથમાં આપેલ પોતાના પહેલા ઉપદેશમાં પછી બીજી બે મહત્વની વાત જાડી હતી તે છે આશા અને ઉદ્દેશ્ય. તેમણે આ બંને વચ્ચે એક મજબૂત સંબંધ જાયો કેમ કે આશા જ ઉદ્દેશ્યને જન્મ આપે છે. તેમણે  કે આજના યુવાનો જ વૈશ્વિક સમસ્યાનો હલ લાવી શકે છે. ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ છે. હું મારા યુવાન મિત્રોને અપીલ કરવા માગુ છું કે તેઓ બુદ્ધના વિચારો સાથે જાડાય. પોતે પણ તેનાથી પ્રોત્સાહિત થાય અને બીજાને પણ પ્રોત્સાહિત કરે.
તેમણે વધુમાં ઉમેર્યું કે અમે બુદ્ધ સાથે જાડાયેલા તમામ સ્થળો પર ધ્યાન કેન્દ્રત કરી રહ્યા છે. થોડ દિવસો પહેલા જ કેબિનેટ દ્વારા કુશીનગરમાં  એરપોર્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી અનેક લોકો અને યાત્રીઓ આ તીર્થસ્થાને જઈ શકશે. ગૌતમ બુદ્ધના વિચારો દરેકના જીવનમાં અને આપણા ભવિષ્યમાં પ્રકાશ, એકબીજા સાથે ભાઈચારાથી રહેવાની પ્રેરણા લઈને આવે અને તેમનો આશિર્વાદ આપણને સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે.
આ તકે મંગોલિયાના રાષ્ટપતિનું એક વિશેષ સંબોધન પણ વાચવામાં આવ્યું અને મંગોલિયામાં સદીયોથી સંરક્ષિત ભારતીય મૂળની એક બહૂમૂલ્ય પાંડુલિપિ ભારતના રાષ્ટપતિને ભેંટ કરવામાં આવી.

Follow Me:

Related Posts