fbpx
રાષ્ટ્રીય

કાનપુર ફાયરિંગઃ ગેંગસ્ટર વિકાસ દુબે પર ૫૦ હજારનું ઇનામ જાહેર

કાનપુરમાં અથડામણ દરમિયાન આઠ પોલીસ કર્મચારીની હત્યા માટે જવાબદાર કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની જાણકારી આપનારાને ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે શુક્રવારે આ ઈનામની જાહેરાત કરી હતી. હાલ વિકાસ દુબેનું પગેરૂં મેળવવા અનેક લોકોની ગહન પુછપરછ ચાલી રહી છે અને મોહિત અગ્રવાલે વિકાસનું ઠેકાણું જણાવનારની વિગતો ગુપ્ત રાખવામાં આવશે તેની ખાતરી આપી છે.
કાનપુરમાં ચૌબેપુર અંતર્ગતના જે થાણા ક્ષેત્રમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના માણસોએ આઠ પોલીસ કર્મચારીની હત્યા કરી તે થાણામાં વિકાસ વિરૂદ્ધ ૬૦ જેટલા કેસ નોંધાયેલા છે. કાનપુર ખાતેની આ અથડામણ બાદ વિકાસ દુબે યુપી પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ આરોપી બની ગયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશ પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ બની ગયેલા વિકાસ દુબેને શોધવા માટે પોલીસ આખી રાત દરોડા પાડતી રહી. બીજી તરફ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના જ એક પોલીસે જ વિકાસ દુબેને પોલીસ દરોડા પાડવા માટે આવવાના હોવાની માહિતી આપી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે વિકાસ દુબેના ફોન કોલ ડિટેલમાં કેટલાક પોલીસવાળાઓના નંબર પણ હોવાનો ખુલાસો થયો છે. જે અત્યંત આશ્ચર્ય પમાડનારી હકીકત છે. પોલીસે રાત દરમિયાન જે-જે લોકોના ઘરે દરોડા પાડ્યા હતા તે તમામ વિકાસના પરિવાર અને મિત્રોના ઘર હતા.
પોલીસે મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેના ગામના અનેક ડઝન લોકોને કસ્ટડીમાં લીધા છે તથા સમગ્ર ઘટનાક્રમ અને હુમલાના માસ્ટરમાઈન્ડ વિકાસ અંગે પુછપરછની તૈયારી ચાલી રહી છે. આ સાથે જ પોલીસે આશરે ૫૦૦ જેટલા ફોન નંબર્સ સર્વિલન્સ પર લગાવ્યા છે. સમગ્ર બિકરૂ ગામમાં પોલીસની સજ્જડ તૈનાતી કરવામાં આવી છે તથા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી  છે.

Follow Me:

Related Posts