fbpx
રાષ્ટ્રીય

ભારતે પ્રચંડ લશ્કરી તાકાતનું પ્રદર્શન કરતા ચીન ફફડયું ગલવાન ઘાટીઃ અંતે ચીની સૈનિકો ૧.૫ કિમી પાછળ હટ્યા

ભારત-ચીન વચ્ચે ૧૫ જૂનની હિંસક ઝપાઝપી પછી બંને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની બેઠકોના છેલ્લા ૪૮ કલાકોથી ચાલતા સતત પ્રયત્નો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાતે રંગ લાવ્યાં હોય તેમ ચીનના સૈનિકો લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર તેમની તરફ ૧.૫ કિમી પાછળ ખસી ગચા છે. એક રીતે જાતા ચીનની પીછેહઠ થઇ છે અને આ તણાવમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. જે ભારતની જીત સમાન માનવામાં આવી  છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની અચાનકલેહ- લદ્દાખ મુલાકાત પછી બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. મોદીએ લદ્દાખ સરહદેથી નામ લીધા વગર ચીનને પડકાર આપ્યો હતો કે તેણે વિસ્તારવાદી નીતિ છોડી દેવી જાઈએ.
સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે દ્ગજીછ અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે થયેલી વાતચીત સૌહાદપૂર્ણ અને દૂરદર્શિતા પર આધારિત હતી. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે પૂર્ણ શાંતિ સ્થાપવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને, તેના માટે સાથે મળી કામ કરવાની વાત થઈ છે.
પૂર્વ લદાખની ગલવાન ખીણમાં જ્યાં બંને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી ત્યાથી હવે ચીની સેના પાછી હટી ગઇ છે. સુત્રોની જાણકારી મુજબ બંને દેશોની સેના આ હિંસક અથડામણ વાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ ગઇ છે. જે સંભવત ગલવાન ખીણ સુધી સીમિત છે. હવે આ વિસ્તાર બફર ઝોન બની ગયો છે. જેથી આગળ કોઇ હિંસક અથડામણ ના થાય. આ સિવાય બે અન્ય જગ્યાએથી પણ ચીની સેના પાછી ગઇ છે. બંને પક્ષે અસ્થાઇ તંબૂ અને કનસ્ટ્રક્શન પણ હટાવવામાં આવ્યા છે. ભારત અને ચીની સૈનિકોના પાછા જવાની વાતને ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે સૂત્રો મુજબ બંને દેશોની સેનાઓએ રિલોકેશન પર સંમતિ દાખવી છે અને બંને સેનાઓએ વિવાદિત સ્થાનથી પીછેહઠ કરી છે.
જા કે બીજી તરફ પૈંગોગ તળાવ પાસે બંને દેશોની સેનાએ પીછેહટ કરી નથી. ભારતીય સેના અહીં પીછેહટ એટલા માટે નથી કરવા માંગતી કારણ કે ભારતીય સેના ફિંગર ૪માં છે આ વિસ્તાર હંમેશાથી ભારતના કંટ્રોલમાં રહ્યો હતો. ભારતે ફિગર ૮ પર એલએસી હોવાનો દાવો કર્યો છે. તેવામાં મંગળવારે ચુશૂલમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તર બેઠકનો કોઇ ઉકેલ નથી આવ્યો.
સૂત્રોએ  કે ૧૫ જૂનના રોજ ભારતના લદાખ પ્રદેશમાં ગલવાન ખીણ વિસ્તારમાં ચીન અને ભારતના સાનિકો વચ્ચે હિંસક અને લોહિયાળ અથડામણ થઇ હતી. જેમાં ભારતના ૩૦ સૈનિકો શહીદ થયા હતા તો ભારતના શૂરવીર જવાનોએ પણ ચીનના ૪૦ સાનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે સરહદે ભારે તંગદીલી સર્જાઈ હતી. ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપવા લદાખમાં વિમાનો અને ૨૦ હજાર સૈનિકો તૈનાત કર્યા છે.
બીજી તરફ, ૩૦ જૂને બંને દેશોના આર્મી ઓફિસર્સ વચ્ચેની મીટિંગમાં વિવાદવાળા વિસ્તારોમાંથી સૈનિકોએ પીછે હટ કરવા માટે સહમતી દર્શાવી હતી. જાકે ગલવાનના ઉંડાઈ વાળા વિસ્તારમાં ચીનની બખ્તરબંધ સૈન્ય વાહનો અત્યારે પણ હાજર છે. ભારતીય સેનાની સ્થતિ ઉપર સતત નજર છે.
ત્રણ મહિનાથી ચાલી રહેલા આ વિવાદમાં ભારતે ડ્રેગનને સામરિક, આર્થિક અને રાજદ્વારી મોરચે ગંભીર ઇજા પહોંચાડી છે. ડીજીટલ સ્ટ્રાઇક કરીને ટીકટોક સહિતના ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ છે. સરકારી કામોમાંથી ચીનની બાદબાકી થઇ રહી છે. જા કે, તેમ છતાં ચીન તેની હરકતોથી બાજ ન આવતા હવે મોદી સરકાર સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને આ મોરચે લગાવી શકે છે. સૂત્રો મુજબ ભારત, ચીન વિવાદના ઉકેલની જવાબદારી ડોભાલને સોંપવામાં આપી શકે છે. જા એવું થાય તો જાવાનું રહેશે કે પોતાની

Follow Me:

Related Posts