fbpx
રાષ્ટ્રીય

અનલોક-૨માં કોરોના વકર્યોઃ ૨૪ કલાકમાં ૨૪ હજારથી વધુ કેસ,૪૨૦ના મોત

દુનિયામાં સૌથી વધુ કેસ મામલે અમેરિકા,બ્રાઝિલ બાદ ભારત ત્રીજા સ્થાનેદેશમાં અનલોક-૨ના પાંચમા દિવસે રવિવારે કોરોનાના ફરીથી ૨૪ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. તે અગાઉ શનિવારે સૌથી વધારે ૨૫ હજારની નજીક ૨૪,૮૫૦ કેસો નોંધાયા હતા. તો રવિવારે પણ ૨૪,૨૪૮ જેટલા કેસો નોંધાયા હતા. આમ સતત બીજા દિવસે કેસનો આંકડો ૨૪ હજાર પર સ્થર થયો હોય તેમ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૮૨૬ દર્દી સાજા થયા છે, જ્યારે ૪૨૦ લોકોના મોત થયા છે. તો બીજી તરફ કેરળે લોકડાઉનના નિયમો જુલાઇ ૨૦૨૧ સુધી લંબાવતાં બીજા રાજ્યો પણ સંક્રમણને રોકવા તે મુજબ લોકડાઉનના નિયમો લંબાવે તેવી શક્્યતા જાવામાં આવી છે. કેમ કે સંક્રમણનો રોગ જલ્દીથી ખત્મ થાય તેમ નથી. એમ નિષ્ણાતો માની રહ્યાં છે. દિલ્હીમાં દુનિયાની સૌથી મોટી કોવિડ કેર કામચલાઉ હોસ્પટલ પણ શરૂ થઇ છે. તેથી અન્ય હોસ્પટલો પર ભારણ ઘટશે. દરરોજ લગભગ ૨૪ હજાર દર્દી વધી રહ્યા છે, તે જાતાં એવા અનુમાનો વ્યક્ત થઇ રહ્યાં છે કે જા આ જ રીતે કેસો વધશે તો ઓગસ્ટમાં દરરોજ ૧ લાખ કેસ આવી શકે. અલબત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટેના અનેકવિધ પગલાં લેવાઇ રહ્યાં છે. દરમ્યાન, આજથી તાજમહલ સિવાયના અન્ય જાવાલાયક અને પુરાતન સ્થળો પર્યટકો માટે ખુલ્લા મૂકાયા હતા.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રવિવારના કેસો સાથે વધીને ૬ લાખ ૯૭ હજાર ૧૦૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૨૪૮ દર્દી વધ્યા છે. હવે દરરોજ આવી રહેલા કેસની સંખ્યા ૨૩ દિવસમાં બમણી થઈ રહી છે. જા આ જ ગતિએ કેસો વધશે તો મહિનાના અંત સુધી ૫૦ હજાર અને આગામી મહિનાના ત્રીજા સપ્તાહમાં ૧ લાખ દર્દી પ્રતિદિવસ વધી શકે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૮૨૬ દર્દી સાજા થયા છે, જ્યારે ૪૨૦ લોકોના મોત થયા છે. મહારાષ્ટમાં સૌથી વધુ ૬૫૫૫ કેસ આવ્યા છે.
આ સાથે જ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડયાએ નિર્ણય કર્યો છે કે તાજમહેલને હાલ પર્યટકો માટે નહીં ખોલવામાં આવે. જીલ્લામાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. પર્યટક સ્થળોને આજે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે
ભારતમાં કોરોના વાઈરસના કેસ રવિવારે રશિયા કરતા વધી ગયા છે. અહીંયા ૬.૯૭ લાખથી વધુ દર્દી થઈ ગયા છે, જ્યારે રશિયામાં ૬.૮૧ લાખ દર્દી છે. આ સાથે ભારત દુનિયામાં ત્રીજા સૌથી સંક્રમિત દેશ બની ગયો છે.
જાકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૩૫૦ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૨૪૪૩૩ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના સક્રિય કેસ કરતા વધારે છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૧૯૬૯૩ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૨૫૩૨૮૭ એક્ટવ કેસ છે.
મહારાષ્ટમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨૦૬૬૧૯ કેસ નોંધાયા છે જ્યારે ૮૮૨૨ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૧૧૫૧ કેસ નોંધાઈ ચૂક્્યા છે જેમાંથી ૧૫૧૦ લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૯૯૪૪૪ કેસ નોંધાયા છે જ્યારે ૩૦૬૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Follow Me:

Related Posts