fbpx
રાષ્ટ્રીય

કાનપુર એન્કાઉન્ટરઃ ચૌબેપુર પોલીસ સ્ટેશનના ૩ પોલીસકર્મી સસ્પેન્ડ, ૧૧૫ પર શંકાની સોય

કાનપુરમાં થયેલા અથડામણ કાંડમાં ઉત્તર પ્રદેશ સરકારે એક્શનની શરૂઆત કરી દીધી છે. ચૌબેપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિનય તિવારી બાદ હવે ચોબેપુર પોલીસ સ્ટેશનના બે સબ ઈન્સ્પેક્ટર અને એક સિપાઈને સસ્પેન્ડ કરાયા છે. તમામ વિકાસ દુબેના સંપર્કમાં હતાં. કોલ ડિટેલથી આ ખુલાસો થયો છે. સબ ઈન્સ્પેક્ટર કુંવર પાલ, સબ ઈન્સ્પેક્ટર કૃષ્ણકુમાર શર્મા અને આરક્ષી રાજીવને પોલીસ ખાતા દ્વારા સસ્પેન્ડ કરાયા છે.
કાનપુર અથડામણ કાંડમાં ૧૧૫ પોલીસકર્મીઓ પોલીસ તપાસના દાયરામાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે પણ દોષિત ઠરશે તેમના વિરુદ્ધ હત્યા (૩૦૨)નો કેસ દાખલ થશે. કાનપુર પોલીસ લગભગ ૧૧૫ પોલીસકર્મીઓના કોલ ડિટેલ રેકોર્ડનું વિશ્લેષણ કરી રહી છે. જે ગેંગસ્ટરના પે રોલ પર હોઈ શકે છે.
વિસ્તારમાં અને આજુબાજુ રહેતા પોલીસકર્મીઓની સંખ્યા અને તેમના વિવરણોની તપાસ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે કે કોણે વિકાસને ફોન કર્યો અને પોલીસ મૂવમેન્ટ અંગે તેને જાણ કરી. વિશેષજ્ઞોની એક ટીમને અનેક પોલીસકર્મીઓના નંબર સોંપવામાં આવ્યાં છે. છેલ્લા ૧૫ દિવસથી દુબે અને તેના સાથીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા નંબરોની તપાસ થઈ રહી છે.
વિકાસ દુબેના સરન્ડરની અટકળો વચ્ચે આજે પણ યુપીની અનેક કોર્ટમાં અલર્ટ જાહેર છે. પોલીસ સતત ધરપકડ માટે દરોડા પાડી રહી છે. કોઈ પણ સંજાગોમાં પોલીસ વિકાસ દુબેને કોર્ટમાં સરન્ડર થવા દેવા માંગતી નથી. યુપી પોલીસ સરન્ડર કર્યા પહેલા જ વિકાસ દુબેની ધરપકડ કરવા માંગે છે.

Follow Me:

Related Posts